ઉજવણી:​​​​​​​સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા 4થી 6 માર્ચ સુધી દીક્ષા સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
દીક્ષા સ્મૃતિ મહોત્સવની ઉજવણીની તસવીર - Divya Bhaskar
દીક્ષા સ્મૃતિ મહોત્સવની ઉજવણીની તસવીર
  • ત્રિદિવસીય મહોત્સવમાં વચનામૃત, અબજીબાપાની વાતો સહિતના ગ્રંથોની પારાયણ યોજાઈ

કુમકુમ મંદિર દ્વારા તા. 4થી 6 માર્ચ સુધી દીક્ષા સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ત્રિદિવસીય મહોત્સવમાં શ્રી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા, શ્રી અબજીબાપાશ્રીની વાતો તથા શ્રી અબજીબાપાશ્રી ચરિત્રામૃત સુખસાગર આદિ ગ્રંથોની પારાયણ યોજાઈ હતી. જે કથામૃતનું પાન મહંત શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી એ કરાવ્યું હતું.

તા.5 માર્ચના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને તેમના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ દીક્ષા આપી તેને 80 વર્ષ પૂર્ણ થયાં. યજ્ઞ કરીને દીક્ષા સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી દિવસ અને રાત્રી ભગવાનના નામસ્મરણ સાથે માળા ફેરવતા હતા. તેમને માળા અતિપ્રિય હતી. તેમને શુક્રવાર સવારે 11-30 વાગે 31 ફૂટની વિશાળ માળા ધરાવવામાં આવી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના ચરણોમાં 3 x 2 ફૂટનો વિશાળ શ્રી અબજી બાપાશ્રીની વાતોનો ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો. આ ગ્રંથ કુમકુમ મંદિરના 251 સંતો હરિભક્તો દ્વારા લખવામાં આવ્યો હતો.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના દીક્ષા સ્મૃતિ મહોત્સવ પ્રસંગે અનેક રાજકીય મહાનુભાવો, સાહિત્યકારો, સંતો મહંતોના સંદેશા લેખિત અને વિડીયોના માધ્યમથી પ્રાપ્ત થયા હતા અને સૌએ શબ્દાજંલિ અર્પણ કરી હતી. ડો. ભગીરથ બ્રહ્મભટ્ટ, વિવેક ગોહિલ, રાજેશભાઈ પટેલ, ડો.કૃષ્ણપ્રસાદ નિસૌલા, જોરાવારસિંહ જાદવ, અશોકભાઈ રાવલ - વિશ્વ હિન્દુ પરીષદ, શૈલેષ સગપરિયા, તુષાર જોશી, મંત્રી પુરુષોત્તમ રુપાલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શાસ્ત્રી શ્રી સત્યસંકલ્પદાસજી - શ્રીજીધામ, પુષ્ટી સંપ્રદાયના વૈષ્ણવ આચાર્ય યદુનાથજી મહારાજ, ગુરુવર્ય શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી એસ.એમ.વી.એસ. સંસ્થા, પરમ વંદનીય પ્રગટ બ્રહ્મ સ્વરુપ મહંત સ્વામી મહારાજ(બી.એ.પી.એસ.સંસ્થા).

શ્રી મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે, “સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ વિદેશની ભૂમિ ઉપર સત્સંગ પ્રચારનું કાર્ય કરનાર શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના જે પરમહંસો હતા અને તેમનમાં જે સદગુણો હતા તેની યાદ આજે આપણને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું વર્તન જોઈને તાજી થાય છે.” મહોત્સવના અંતમાં કુમકુમ સંસ્થા વતી મહોત્સવના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અને અન્ય સંતોને શાલ ઉઢાડીને સન્‍માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...