ઉત્સવ:પંચમહાલના ધાંધલપુર ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આવતીકાલે પ્રથમ શિખરબંધ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આવતીકાલથી બે દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે - Divya Bhaskar
આવતીકાલથી બે દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
  • લંડન,બોલ્ટન,આફ્રિકા અને ભારતનું સ્કોટિશ પાઈપ બેન્ડ રેલીમાં ઉપસ્થિત રહેશે
  • વિશ્વશાંતિ યજ્ઞ તથા વ્યસનમુક્તિ રેલી યોજાશે

સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વર્લ્ડ પીસ એમ્બેસેડર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં શહેરા તાલુકાના ધાંધલપુર ખાતે પંચમહાલના પ્રથમ શિખરબંધ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી બે દિવસ યોજાશે. જેમાં સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજ, જીવનપ્રાણ અબજીબાપા તેમજ પંચમહાલના ન્યાલકરણ જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાની સંગેમરમરની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થશે.

મહોત્સવમાં વિદેશના લંડન, બોલ્ટન, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના હરિભક્તોનો સમૂહ પણ જોડાશે
મહોત્સવમાં વિદેશના લંડન, બોલ્ટન, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના હરિભક્તોનો સમૂહ પણ જોડાશે

વિશ્વશાંતિ યજ્ઞ તથા વ્યસનમુક્તિ રેલી પણ યોજાશે
આ મહોત્સવમાં વિશ્વશાંતિ યજ્ઞ તથા વ્યસનમુક્તિ રેલી પણ યોજાશે. જેમાં વિશ્વપ્રસિદ્ધ લંડન, બોલ્ટન,આફ્રિકા અને ભારતનું સ્કોટિશ પાઈપ બેન્ડ ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે સ્વામિનારાયણ ગાદીગ્રંથ તથા અબજીબાપાની પારાયણ, મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞનો પ્રારંભ - વિશ્વશાંતિ યજ્ઞ, વ્યસનમુક્તિ રેલી, ત્યારબાદ આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદનો લાભ મળશે.23 ઓક્ટોબરે સવારે મૂર્તિઓની મંગલ પ્રતિષ્ઠા, અન્નકૂટ દર્શન -આરતી, આચાર્ય સ્વામીજી મહારાજ તેમજ જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદનો લાભ મળશે. મહોત્સવમાં વિદેશના લંડન, બોલ્ટન, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના હરિભક્તોનો સમૂહ પણ જોડાશે.

અન્ય સમાચારો પણ છે...