તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે સવારે અમદાવાદમાં મણિનગર ખાતેના કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મંહત શાસ્ત્રી આનંદપ્રિયદાસજીએ નાદરી ગામ ખાતે સ્વામિનારયણ ભગવાનના ચરણાવિંદ પધરાવીને છતરી કરાવી હતી. આ પ્રસંગે જનમંગલના પાઠ કરીને આરતી ઉતારવામાં આવી હતી.આ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કોઈપણ ચિહ્નો હેતુ દર્શક છે. જેમ દેશમાં મીલિટરીનો ડ્રેસ, પોલીસનો ડ્રેસ, વકીલનો ડ્રેસ, ડોક્ટરનો ડ્રેસ, જજનો ડ્રેસ હોય છે. તે તેમના ચિહ્નો ઉપરથી ઓળખાઈ જાય છે. તેમ ભગવાનને ઓળખવા માટે પણ આપણાં શાસ્ત્રોમાં 16 ચિહ્નો ગણાવામાં આવેલા છે.જેમના ચરણમાં આ 16 ચિહ્ન હોય તેને ભગવાન માનવામાં આવે છે.
ભગવાનના જમણા ચરણમાં નવ અને ડાબા ચરણમાં સાત એમ કુલ 16 ચિહ્નો હોય છે. જે મનુષ્યનું ચિત્ત આ ભગવાનના ચરણમાં ચોંટી જાય છે તે મનુષ્યનું જીવન સાર્થક બની જાય છે.મનુષ્ય જીવન મળ્યા પછી ભગવાનના ચરણારવિંદમાં મનને ચોંટાડવું એથી બીજી કોઈ મોટી વાત છે જ નહી. આપણા મનની વૃત્તિને આ ભગવાનના 16 ચિહ્નોમાં ચોંટાડવાની છે એટલે કે, તે ચિહ્નોનું રાત - દિવસ ચિંતન કરવાનું છે. અને આ રીતે જે ભગવાનના ચરણનું ચિંતન કરે છે તે જ ખરો ભગવાનનો ભકત કહેવાય છે.
આ નાદરી ગામમાં સ્વામિનારાયણ ભગવાન આજથી આશરે 222 વર્ષ પહેલા પધારેલા છે એટલે કે, સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી આ ગામ પાવન થયેલું છે,તેની સૌ કોઈને સ્મૃતિ થાય અને સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ના મહંત શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામી કોરોના વાયરસના સમયમાં 251 દિવસ સુધી આ નાદરી ગામના “શિર ફાર્મ” માં રોકાયા છે, તેની સ્મૃતિ રૂપે અહીયાં સ્વામિનારાયણ ભગવાનના ચરણાવિંદ પધરાવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.