તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચંદનનો શણગાર:અમદાવાદમાં મણિનગર ખાતેના કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ ભગવાનને 4 કિલો ચંદનના વાઘાના શણગાર કરાયો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભગવાન સ્વામિનારાયણને ચંદનના વાધાનો શણગાર કરાયો - Divya Bhaskar
ભગવાન સ્વામિનારાયણને ચંદનના વાધાનો શણગાર કરાયો
 • પ્રતિમા એ સ્વયં ભગવાન જ છે અને આપણી સેવાને અંગીકાર કરે જ છે,તેવા ભાવ સાથે ભગવાનની પૂજા કરવી જોઈએઃ સાધુ પ્રેમવત્સલદાસજી

આજે અખાત્રિજના પર્વ નિમિત્તે અમદાવાદમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યાં હતાં. કોરોના વાયરસની મહામારીમાં ભગવાનના શણગારના દર્શન મંદિરની યુટ્યુબ ચેનલ ઉપર કરાવવામાં આવ્યા હતા.

4 કિલો ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો
અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે તે અંગે સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - ના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ ભગવાનના શણગાર તૈયાર કરવામાં 4 કિલો ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ગોટીથી સ્વામિનારાયણ ભગવાનના સંતો - હરિભક્તો તે ચંદનથી કપાળમાં તિલક કરે છે.

ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ
ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ

ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ
સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના 23માં વચનામૃતમાં કહ્યું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તે પ્રમાણે જ્યારે શિયાળો આવે છે ત્યારે ભગવાને ગરમ વસ્ત્રો ધરાવામાં આવે છે અને હીટર મૂકવામાં આવે છે. તેવી રીતે જયારે ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવામાં આવે છે. અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે. પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ચંદનના વાઘાના શણગાર સજવામાં આવે છે.

ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ચંદનના વાઘાના શણગાર સજવામાં આવે છે
ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ચંદનના વાઘાના શણગાર સજવામાં આવે છે

અખાત્રીજનું મહત્વ

 • વૈશાખ સુદ ત્રીજને અક્ષયતૃતીયા કહેવામાં આવે છે. આ દિવસે અક્ષત્‌ કહેતાં ચોખાથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે.
 • આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું....
 • મહાભારતનું યુદ્ધ આ દિવસે પુર્ણ થયું હતું...
 • દ્રાપરયુગનું સમાપન આ દિવસે થયું હતું.
 • વૈષ્ણવધર્મમાં વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન આજ દિવસે થાય છે.
 • નાથદ્વારામાં શ્રીનાથજી પ્રભુનું સ્વરુપ વલ્લભાચાર્યજીએ ગિરીરાજ પર આજ દિવસે પધરાવ્યું હતું.
 • સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવાનો પ્રારંભ કરવામાં આવે છે.
 • જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે.
 • આ દિવસ વણજોયા મૂહુર્તનો કહેવાય છે. શુભકાર્યો વગર મૂહુર્તે કરવામાં આવે છે.આ દિવસે વર્ષ દરમ્યાન સૌથી વધુ લગ્નો થાય છે.
 • આ દિવસે સોના -ચાંદીની ખરીદી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે.
અન્ય સમાચારો પણ છે...