તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્ઘાટન:જગદીશ ત્રિવેદી નિર્મિત શાળાનું સ્વામી સચ્ચિદાનંદે લોકાર્પણ કર્યું, નર્મદાના સેલંબા ગામમાં આશ્રમશાળા બનાવી છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકાર્પણવિધિ દરમિયાન સ્વામી સચ્ચિદાનંદજીની તસવીર - Divya Bhaskar
લોકાર્પણવિધિ દરમિયાન સ્વામી સચ્ચિદાનંદજીની તસવીર
  • હાસ્ય કલાકાર દ્વારા પાંચમી સરકારી શાળાનું નિર્માણ

જાણીતા હાસ્ય કલાકાર અને લેખક જગદીશ ત્રિવેદીએ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક આશ્રમશાળા બનાવી આપી છે. જેમાં કુલ ૧૬૬ જેટલાં જરૂરિયાતમંદ આદિવાસી બાળકો ત્યાં જ રહીને અભ્યાસ કરે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ચાર વર્ગખંડ અને પહેલા માળે હોસ્ટેલનાં બે હોલ મળીને આશરે પાંત્રીસ લાખ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલા આ ભવનનું પ્રખર વકતા અને લોકપ્રિય લેખક એવા સ્વામી સચ્ચિદાનંદજીએ લોકાર્પણ કર્યુ હતું.

જગદીશ ત્રિવેદીએ આ અગાઊ પત્નીના જન્મદિવસે પત્નીના નામની સરકારી શાળાનું લોકાર્પણ કર્યું હતું અને આજે પુત્ર મૌલિકના જન્મદિવસે પુત્રના નામની સરકારી શાળાનું લોકાર્પણ કર્યું છે. એમણે આ પાંચમી સરકારી શાળાનું નિર્માણ કર્યું છે. એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય મળીને સાત ભવનના લોકાર્પણ સાથે વ્યક્તિગત દાનની રકમ બે કરોડને પાર કરી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...