અંતિમ સંસ્કાર:SGVPના સ્વામિ ભક્તિપ્રકાશદાસજી ઘેલા નદીના કિનારે પંચમહાભૂતમાં વિલીન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એસજીવીપી ખાતે પાર્થિવ દેહના અંતિમ દર્શન બાદ ગઢડા ખાતે આવેલી ઘેલા નદીના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
એસજીવીપી ખાતે પાર્થિવ દેહના અંતિમ દર્શન બાદ ગઢડા ખાતે આવેલી ઘેલા નદીના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
  • ગુરુકુળ ખાતે મોટી​​​​​​​ સંખ્યામાં ભક્તોએ અંતિમ દર્શન કર્યા

અમદાવાદ એસ જી વી પી સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામિ શ્રી પુરાણી ભક્તિપ્રકાશદાસજી ગઇકાલે બ્રહ્મલીન થયા હતા. એકાદશીના દિવસે સવારે 10 વાગે તેને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. સ્વામિ શ્રી બ્રહ્મલીન થતાં જ હરિભક્તોમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું.

આજે એક દિવસ માટે સ્વામિ શ્રીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો જેમાં અનેક હરિ ભક્તો અને નેતાઓએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. પાર્થિવ દેહને ગઢડા ખાતે આવેલી ઘેલા નદીના કિનારે તેમણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા સ્વામીનો અભિષેક અને આરતી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્વામીશ્રીના અંતિમ દર્શન કર્યા હતા.

આ ઉપરાંત ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને અમિતશાહ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ નેતાઓએ સ્વામીને શ્રદ્ધાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...