વક્તૃત્વ સ્પર્ધા:બળાત્કાર, ભ્રષ્ટાચારનું દૂષણ દૂર કરવું સ્વચ્છ ભારત મિશન જ છે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓના તીખા તેવ

સ્વચ્છતા એટલે આપણી આજુબાજુ રહેલી ગંદકી અને તેને દૂર કરવી એટલું જ નહીં પરંતુ સ્વચ્છતામાં આંતરિક સ્વચ્છતા પણ જરૂરી છે. દેશમાં થઇ રહેલા બળાત્કાર, ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવું પણ એક સ્વચ્છ ભારત મિશનનો ભાગ જ છે. સ્વચ્છતા એ જ જીવનમાં જરૂરી છે જેને કાયમ રાખો. સ્વચ્છ ભારત મિશનમાં આપણો દેશ ખૂબ જ જોરશોરથી કામ કરી રહ્યો છે. પરંતુ દેશમાં થઈ રહેલા દૂષણોથી પણ સ્વચ્છ થવાની જરૂર છે. સ્વચ્છતાના આ મિશન સાથે આગળ વધીશું તો આપણો દેશ વિશ્વની મહાસત્તા તરફ આગળ વધશે. જી.એલ.એસ SMPIC ખાતે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્પીચ આપી હતી. આ વાત વિદ્યાર્થી વેદાંત પારેખે કહી હતી.

જ્યારે સફળતાના મેનેજમેન્ટ અંગે વિદ્યાર્થી શિવાંસ રાવલે કહ્યું કે કોઈ સફળતા નથી જે અસફળતા વગર મળી હોય. એવી કોઇ અસફળતા નથી કે સફળતામાં પરિવર્તિત થઇ શકતી ના હોય. દરેક સફળતાની પાછળ એક કારણ હોય છે અને કારણ સમજવાથી જ સફળતામાં તેને પરિવર્તિત કરી શકાય છે પણ આ જ સૌથી મુશ્કેલ કાર્ય છે. જેને આપણે પાર પાડવાનું છે.

અન્ય સમાચારો પણ છે...