તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:મા કાર્ડની સેવા ફરી ચાલુ કરાવવા માટે SVPના ડૉક્ટરોની હડતાળ; ડીવાયએમસીની કાર ઘેરી લઈ વિરોધ, અંતે હડતાળ સમેટાઈ

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
રેસિડન્ટ ડૉક્ટરોએ પરીક્ષા નજીક આવે છે ત્યારે વેક્સિનેશન માટે તેમને ફરજ પાડવા સહિતની બાબતોનો વિરોધ કરી હડતાળ પાડી હતી. - Divya Bhaskar
રેસિડન્ટ ડૉક્ટરોએ પરીક્ષા નજીક આવે છે ત્યારે વેક્સિનેશન માટે તેમને ફરજ પાડવા સહિતની બાબતોનો વિરોધ કરી હડતાળ પાડી હતી.
 • દર્દી ઓપરેશન માટે ન આવતા શીખવા ન મળતું હોવાની ફરિયાદ

એસવીપીમાં મા કાર્ડની સેવા ચાલુ ન કરાતા રેસિડન્ટ ડૉક્ટરોએ શુક્રવારે બપોરે અચાનક હડતાળ પાડી હતી. ડૉક્ટરોની ફરિયાદ હતી કે મા કાર્ડ સેવા બંધ હોવાથી દર્દી ઓપરેશન માટે આવતા નથી અને તેને લીધે તેમને પ્રેક્ટિકલ શીખવા મળતું નથી.

એસવીપીમાં થોડા સમય અગાઉ કોવિડ સિવાયની સારવાર શરૂ કરાઈ છે. જોકે મા કાર્ડની સેવા ચાલુ ન હોવાથી દર્દીએ ઓપરેશન જેવા કેસમાં પૈસા ચૂકવવા પડે છે માટે દર્દીઓ પૂરતી સંખ્યામાં આવતા નથી. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં મા કાર્ડની સેવા ચાલુ છે. ડૉક્ટરોએ એસવીપીની મુલાકાતે આવેલા ડીવાયએમસીની કાર પણ અટકાવી હતી અને ડીવાયએમસીએ હોસ્પિટલમાં બેસી રહેવું પડ્યું હતું. એ પછી વિદ્યાર્થીઓના એક ગ્રૂપની રજૂઆત સાંભળવામાં આવી હતી. આખરે ચર્ચાબાદ હડતાળ સમેટી લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો