તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરું આયોજન:SVP અને મ્યુનિ. હોસ્પિટલો માટે 250 વેન્ટિલેટર ખરીદાયાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ. દ્વારા સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી 250 જેટલા વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે. મ્યુનિ. સંચાલિત 4 હોસ્પિટલમાં આ વેન્ટિલેટર લગાવવામાં આવશે.

સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટરને તેમના બજેટમાંથી આરોગ્ય સેવાઓ માટે કેટલીક ફાળવણી કરવાની રાજ્ય સરકારે છૂટ આપી છે. આ ફાળવણીમાંથી 100 વેન્ટિલેટર તેમજ મ્યુનિ.એ ફાળવેલી વધારાની રકમથી બીજા 150 વેન્ટીલેટર મળીને કુલ 250 વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છેકે, શહેરમાં કોરોનાની બીજી લહેરમાં નાગરિકો વેન્ટિલેટર સાથેના બેડ મેળવવા માટે અહી તહી રઝળતાં જોવા મળ્યા હતા. જોકે મ્યુનિ. દ્વારા આટલી મોટી સંખ્યામાં વેન્ટિલેટરવાળા બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેથી આગામી ત્રીજી લહેર પહેલા મ્યુનિ. તંત્ર સજ્જ બની રહ્યું છે.

કોરોનાના માત્ર 18 કેસ, એક દર્દીનું મોત
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ થયાં છે. 38 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શહેરમાં હજુ પણ 791 એક્ટિવ કેસ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોટાભાગના બેડ ખાલી પડ્યા છે.

SVP માટે 138 વેન્ટિલેટર

હોસ્પિટલવેન્ટિલેટર
વી.એસ.40
એસવીપી138
એલ.જી.55
શારદાબેન17
અન્ય સમાચારો પણ છે...