તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીને ત્રાસ:પરિણીતા કેન્સરપીડિત માતાને મળવા જાય તો શંકાશીલ પતિ જાસૂસી કરતો, કહેતો તુ કોઈની સાથે ભાગી જવાની છે

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • યુવતીએ પુત્રને જન્મ આપતા પતિએ ફોન કરીને કહ્યું કે આ બાળક મારું નથી

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. લગ્નના શરૂઆતના સમયથી જ સાસરિયાઓએ આ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાની માતાને કેન્સર હોવાથી તેની સારવાર માટે અને ખબર કાઢવા જાય તો પતિ શંકાઓ કરતો અને તેનો પીછો કરી તેની જાસૂસી કરતો અને કહેતો કે "તું કોઈની સાથે ભાગી જવાની છે, મો કાળું કરાવવાની છે" આટલું જ નહીં પરિણીતાએ બાળકને જન્મ આપ્યો તો પતિએ બાળક કોઈનું હોવાનું કહી તેની પાસે બાળકના હક માંગવાની વાત કરતા આખરે કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાલમાં રહેતી 29 વર્ષીય યુવતીના વર્ષ 2017માં લગ્ન થયા હતા.લગ્નના ત્રણેક માસ સુધી સાસરિયાઓએ આ યુવતીને સારી રીતે રાખી પણ બાદમાં તેની સાથે નાની મોટી કામની બાબતોમાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ યુવતીની માતાને ચોથા સ્ટેજનું કેન્સર હોવાથી તેની સારવાર માટે ત્યાં જાય તો પતિ સહિતના લોકો તેની પર ખોટો શક વહેમ રાખી તેને હેરાન કરતા હતા.

આ યુવતીનો પતિ તેનો પીછો કરતો અને ખાનગીમાં દેખરેખ પણ રાખવા લાગ્યો હતો. જ્યારે યુવતી ઘરે આવે ત્યારે તું કોઈની સાથે ભાગી જવાની છે, મો કાળું કરાવવાની છે કહી માનસિક ત્રાસ આપી નોકરાણી જેવો વ્યવહાર કરતા હતા. વર્ષ 2019માં આ યુવતીની માતાનું અવસાન થયા બાદ જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે સાસરિયાઓ ખુશ ન હતા. સાસરિયાઓ આ યુવતીનું ધ્યાન રાખવાની જગ્યાએ તેની પાસે વધુ ને વધુ કામ કરાવતા હતા. આ બાબતોથી કંટાળી યુવતીએ તેના પિતાને બોલાવતા યુવતીના સાસરિયાઓ એ યુવતીના પિતાને કહ્યું કે, તમારી દીકરી કુસંસ્કારી છે અમારે ઘરમાં જોઈએ નહીં તેને લઈ જાવ નહિ તો અમે કાઢી મુકીશું. જેથી યુવતીને તેના પિતા લઈ ગયા હતા.

બાદમાં યુવતીના ભાઈએ તેને સમજાવી પાછી સાસરે મોકલી હતી. જ્યાં સાસરિયાઓ એ ભેગા મળી યુવતીને માર મારી રૂમમાંથી બહાર કાઢી વાળ પકડી ખેંચીને ઘરમાં નીચે લાવ્યા અને તારા બાપના ત્યાં રોટલા ખૂટી પડ્યા કે અહીંયા આવી તેમ કહી અપમાન કર્યું હતું.

બાદમાં યુવતીએ પુત્રને જન્મ આપતા પતિએ ફોન કરીને કહ્યું કે આ બાળક મારું નથી. હું તેને કોઈ હક આપીશ નહીં જેનું આ બાળક હોય તેની પાસે હક માગજે, છૂટાછેડા આપી દે. જેથી આ બાબતોથી કંટાળીને યુવતીએ સાસરિયાઓ સામે રામોલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો