રાજ્યમાં 40 જગ્યાએ GSTના દરોડા:ટ્રાવેલ, હોટેલ, રિસોર્ટ પર મોટી કરચોરીની શંકા; ઓપરેટરો રોકડમાં બુકિંગ કરી ટેક્સ ભરતા ન હોવાનું પકડાયું

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: કેતનસિંહ રાજપૂત
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શનિવારે એસજીએસટીએ રાજ્યભરમાં આશરે 40 જેટલા હોટેલ, રિસોર્ટ અને ટ્રાવેલ્સ એજન્ટ ઉપર જીએસટી ચોરીની શંકાએ દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 400 જેટલા એસજીએસટીના અધિકારીઓ જોડાયા હતા. અગાઉ પણ 2019માં ટ્રાવેલ્સ એજન્ટો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ હતી.

હોટેલ, રિસોર્ટ અને ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા ખોટી રીતે આઇટીસી લઇ મોટા પ્રમાણમાં કરચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન અધિકારીઓને મોટા પ્રમાણમાં રોકડમાં વ્યવહારના દસ્તાવેજો મળી આવ્યા છે. સામાન્ય રીતે ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા ટ્રાવેલ્સ પેકેજ ઉપર 5 ટકા જીએસટી અને હોટલ બુકિંગ ઉપર 12થી 18 ટકા જીએસટી ભરવાની જવાબદારી રહેલી છે. જેની ક્રેડિટ એકબીજા સામે મળી શકતી નથી. તેમ છતાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારોમાં કામ થતા હોવાના કારણે એસજીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, જુનાગઢ, સાસણગીર સહિતના વિસ્તારોમાં 40 જેટલા જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મોટા પ્રમાણમાં વિદેશ ટૂર અને વિઝાના કામકાજ રોકડમાં કરતા હોવાના વ્યવાહારો માલૂમ પડ્યા હતા. આ ઉપરાંત ટેક્સી ભાડાની આવકમાં જીએસટી ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ દરોડામાં ટ્રાવેલની ઓફિસ અને લોકરમાંથી મોટા પ્રમાણમાં રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ દરોડાની તપાસમાં કોઇ તારણ સામે આવ્યા નથી ત્યાં એસજીએસટીએ બીજા ટ્રાવેલને ત્યાં દરોડા પાડીને નવી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...