આડા સંબંધની શંકાએ હુમલો:પત્ની સાથે સંબંધની શંકાએ મિત્ર પર પતિ સળિયાથી તૂટી પડ્યો, લસ્સી પીવા બોલાવી આંખમાં મરચું નાખી ફટકાર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લસ્સી પીવા બેસાડી સાઢુભાઈ અને અન્ય મિત્રોને મેસેજ કરી બોલાવ્યા હતા
  • ​​​​​​​હુમલા પછી લોકો ભેગા થઈ જતાં તમામ ત્યાંથી ફરાર થઈ ગયા

મિત્રને પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને યુવકે મિત્રને મળવા બોલાવી, લસ્સી પીવડાવ્યા બાદ સાઢુભાઈ અને અન્ય બે મિત્રો સાથે મળીને લોખંડના સળિયા વડે યુવકની ધોલાઈ કરી, યુવકની આંખમાં મરચાની ભૂકી નાખીને સોનાનો દોરો લૂંટી લીધો હતો.

ગોતામાં રહેતો નીરવ(36) રિક્ષાના ફેરા કરતો હોવાથી 6 વર્ષ પહેલાં ધવલ નામના યુવકના સંપર્કમાં આવ્યો હતો. જો કે ધવલની પત્ની મોનાને નીરવ સાથે આડા સંબંધ હોવાની ધવલને શંકા હતી. દરમિયાન શનિવારે રાતે 9 વાગ્યે નીરવ તેના મિત્ર સાથે એલિસબ્રિજ કલ્યાણ જ્વેલર્સ પાસેના ગિરિશ કોલ્ડ્રિંક્સ ખાતે આવ્યો, ત્યારે નીરવના વોટ્સએપ પર ધવલનો ફોન આવ્યો અને ધવલે કહ્યું કે, 5હું ઓડી ગાડી લઈને આવ્યો છું, તું ક્યાં છે?’

નીરવે તેને ગિરીશ કોલ્ડ્રિંક્સ પાસે છું કહેતાં, થોડીવારમાં ધવલે ઓડી લઈને ત્યાં આવીને નીરવને કહ્યું કે, ચાલ આપણે ઠંડું પીએ, તેમ કહીને લસ્સી પીવડાવવા લઈ ગયો હતો. જો કે ધવલ આવ્યો ત્યારથી કોઇને ફોનમાં મેસેજ કરતો હતો. થોડીવાર પછી બંને લસ્સી પીને રોડ પર ઉભા હતા. ત્યારે ધવલના સાઢુભાઈ તેમજ અન્ય બે માણસોએ ત્યાં આવી લોખંડના સળિયાથી નીરવ પર હુમલો કર્યો હતો. જો કે નીરવે બૂમાબૂમ કરતા તેનો મિત્ર તેમજ અન્ય લોકો ભેગા થઇ જતાં ત્રણેય હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. જેથી નીરવે તેના મિત્રને ધવલને પકડવાનું કહેતાં, ધવલ નીરવના ગળામાંથી સોનાનો દોરો તોડીને ઓડી લઈને ભાગી ગયો હતો.

હુમલામાં ઈજાગ્રસ્ત નીરવને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેણે એલિસબ્રિજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. લગ્નેત્તર સંબંધોની શંકાએ તાજેતરમાં શહેરમાં હુમલાની કેટલીક ઘટનાઓ બની હતી. એક ઘટનામાં પત્ની કોઈની સાથે મોબાઈલ પર વાત કરતી હોવાની શંકા રાખીને પતિએ ઢોર માર માર્યો હતો. (તમામ પાત્રોના નામ બદલેલાં છે)

અન્ય સમાચારો પણ છે...