હનીટ્રેપ કેસ:તોડ કેસમાં સસ્પેન્ડેડ પીઆઈ ગીતા પઠાણના જામીન નામંજૂર

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ફેસબુક પર ફ્રેન્ડ બનાવી ગેસ્ટ હાઉસમાં બોલાવી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાના કાવતરામાં સંડોવાયેલાં સસ્પેન્ડેડ પીઆઈ ગીતા પઠાણની જામીન અરજી મેટ્રો કોર્ટે ફગાવી દેતા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં થશે.

ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રો બનાવતા અને વાતોમાં આવી ગયેલા લોકોને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેમને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના કાવતરામાં સંડોવાયેલાં સસ્પેન્ડેડ પીઆઈ ગીતા પઠાણ લોકોને પોલીસ સ્ટેશને બોલાવી સમાધાન કરવાની ધમકી આપી રૂપિયાનો તોડ કરતાં હતાં. આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ગીતા પઠાણની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યાં હતાં. ત્યાંથી ગીતા પઠાણે મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેમાં બંને પક્ષોની સુનાવણી બાદ કોર્ટે જામીન અરજી ફગાવી દેતાં તેમણે એડવોકેટ રફીક લોખંડવાલા મારફતે સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે, તેઓ નિર્દોષ છે. કહેવાતો કોઈ ગુનો કર્યો નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુનામાં કોઈ સંડોવણી નથી. આથી જામીન પર મુક્ત કરવાં જોઈએ.

અન્ય સમાચારો પણ છે...