અમદાવાદ / સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાની લીનુસિંહ-કુલદીપ સામે પોલીસ ફરિયાદ, 2015માં કુલદીપ સાથે લગ્ન કર્યા હોવાનો આક્ષેપ

ગૌરવ દહિયા અને લીનુસિંહની ફાઈલ તસવીર
ગૌરવ દહિયા અને લીનુસિંહની ફાઈલ તસવીર
X
ગૌરવ દહિયા અને લીનુસિંહની ફાઈલ તસવીરગૌરવ દહિયા અને લીનુસિંહની ફાઈલ તસવીર

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 07:51 PM IST

અમદાવાદ. એક વર્ષ પહેલા ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા અને લીનુસિંહ વચ્ચેનું કથિત પ્રેમ પ્રકરણે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી હતી. આ કેસમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા બાદ આજે વધુ એક વળાંક આવ્યો છે. હવે ગૌરવ દહિયાએ દિલ્હીમાં લીનુંસિંહ અને કુલદીપ દિનકર નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ લીનુસિંહે 2015માં કુલદીપ દિનકર નામના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ પતિ પત્નીએ ભેગા મળી ગૌરવ દહિયાને ફસાવી અને પૈસા પડાવવા કાવતરું ઘડ્યું હતું. જો કે ગૌરવ દહિયા અને લીનુસિંહ વચ્ચેના કથિત પ્રેમ સંબંધોની આ કરોળિયાજાળમાં ખરેખર સત્ય શું છે તે તો તપાસ બાદ જ બહાર આવી શકશે.

શું છે મામલો
એક વર્ષ પહેલા દિલ્હીની મહિલા લીનુસિંહે સ્થાનિક વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે આરોગ્ય વિભાગના તત્કાલીન કમિશનર ગૌરવ દહિયા સામે અરજી કરી હતી. લીનુસિંહે તેમાં જણાવ્યું હતું કે, દહિયા પરણિત હોવા છતાં તેમણે તેને બીજા લગ્ન કરવા દબાણ કરી છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, એક દિવસ અધિકારીએ સોફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તેના બિભત્સ ફોટા-વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લગ્ન માટે દબાણ કર્યું હતું. જે બાદ 2018માં લગ્ન કર્યા હતા. લીનુસિંહ સામે ગૌરવ દહિયાએ પણ મહિલા સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી કરી જણાવ્યું હતું કે, આ મહિલાએ તેમને પોતાનો પરિવારને છોડીને સાથે રહેવા દબાણ કર્યું હતું અને આમ ન કરું તો મને સમાજ અને કામના સ્થળે બદનામ કરવાની ધમકી આપતી હતી. તેઓ ફેસબુકના માધ્યમથી 2017માં દિલ્હીની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હી જવાનું હતું ત્યારે મહિલા સાથે મુલાકાત થઈ હતી. દિલ્હીની એક હોટલમાં મુલાકાત દરમિયાન પોતે પરિણિત હોવાનું કહેવા છતા મહિલાએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મદદ પણ કરી, પરંતુ થોડા સમય બાદ તેણે બ્લેકમેઈલ કરીને નાણાં પડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરીને તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા. ગૌરવ દહિયાના આક્ષેપ અનુસાર, બન્ને વચ્ચે દિલ્હીમાં 2018માં રૂબરૂ પ્રથમ મુલાકાત થઈ અને એકબીજાની સમજૂતીથી સંબંધ બાંધ્યા હતા. લીનુસિંહે ગૌરવ દહિયાને દિલ્હીના પોશ વિસ્તારમાં ઘર લેવા દબાણ કર્યું હતું અને તેની માંગણીને વશ થઈ ગૌરવે ઘર પણ લઈ આપ્યું હતું. ત્યાર બાદ ગૌરવ દહિયાને IAS પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી