અમદાવાદ / સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા ડ્યૂટી પર નથી પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા

Suspended IAS Gaurav Dahiya is not on duty but became active in social media
X
Suspended IAS Gaurav Dahiya is not on duty but became active in social media

  • કોવિડ 19 ને લગતી માહિતી અને અન્ય બાબત સોશિયલ મીડિયામાં મુકવા લાગ્યા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 11:53 AM IST

અમદાવાદ. ગુજરાતના સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા હાલ ક્યાંય ફરજ પર નથી.પરંતુ તેઓ પોતે ડોકટર છે અને ઘણા સમય સુધી તેમણે હેલ્થ વિભાગમાં કામગીરી કરી હતી. હાલ તેઓ સરકારને ક્યાંય હેલ્થ વિભાગમાં મદદ કરી શકતા નથી તેમજ તેઓ સસ્પેન્ડ હોવાથી તેમના અનુભવનો પણ ઉપયોગ હાલની પરિસ્થિતિમાં થઈ શકતો નથી. આવા સમયમાં ગૌરવ દહિયા હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છે.
દેશ-વિદેશની કોરોના સામેની સક્સેસ સ્ટોરી, ટ્રીટમેન્ટ અને અન્ય બાબતો શેર કરી
કથિત પ્રેમ પ્રકરણમાં ડો.ગૌરવ દહિયાને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા. હાલ ગુજરાત કોરોનાનાં કારણે હેલ્થ વિભાગની કામગીરીમાં ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હેલ્થ વિભાગના અનુભવ ધરાવતા ગૌરવ દહિયા હવે પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી એક્ટિવ થયા છે.કોવિડ 19 વૉરિયર્સ નામનું ફેસબુક પેજ બનાવીને ગૌરવ દહિયા તેમાં દેશ અને વિદેશની કોરોના સામેની સક્સેસ સ્ટોરી, ટ્રીટમેન્ટ અને અન્ય બાબતો શેર કરે છે. તેઓ કોરોનાની હાલની સ્થિતિમાં વિશ્વમાં ક્યાં કઈ રીતે કોરોના સામે કામ થઈ રહ્યું છે કોરોના વૉરિયર્સ કઇ સ્થિતિ છે જેવી બાબતોની લિંક પણ મૂકી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી