તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડ ફ્લૂની શંકા:નારોલમાં એકસાથે 66 કબૂતરનાં શંકાસ્પદ મોત, સેમ્પલ ભોપાલ લેબ મોકલાયા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર: ઈન્ડસ્ટ્રિયલ એરિયા હોવાથી ટોક્સિનયુક્ત પદાર્થ ખાધો હોવાનું અનુમાન. - Divya Bhaskar
તસવીર: ઈન્ડસ્ટ્રિયલ એરિયા હોવાથી ટોક્સિનયુક્ત પદાર્થ ખાધો હોવાનું અનુમાન.
 • ઘટનાસ્થળે સેનેટાઇઝ અને ફોગિંગ પણ કરાયુ હતું

બુધવારે નારોલના આકૃતિ ટાઉનશિપમાં મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થતાં પશુપાલન ખાતાને જાણ કરાતાં પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળે આવી મૃત કબૂતરોના સેમ્પલ લઇ ભોપાલ લેબમાં તપાસ અર્થેે મોકલી આપ્યા હતા. બર્ડ ફ્લૂની આશંકાને ધ્યાને લઇને ઘટનાસ્થળે સેનેટાઇઝ અને ફોગિંગ કરાયું હતું.

નારોલ-વટવા જીઆઇડીસીની વચ્ચે આવેલા આકૃતિ ટાઉનશીપમાં બુધવારે મોટી સંખ્યામાં કબૂતરોના મોતની ગંભીરતાને ધ્યાને લઇ પશુપાલન ખાતાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પશુપાલન વિભાગના ડો.સુકેતુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બુધવારે આ સ્થળો પર કબૂતર પડીને મરી રહ્યાં હતાં.

ઘટના સ્થળેથી દિવસ દરમિયાન 66 કબૂતરો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બર્ડ ફ્લૂને લઇને કબૂતરના સેમ્પલ સાથે એક ટીમને ભોપાલ રવાના કરી છે. બે દિવસમાં ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. ઘટનાસ્થળની નજીકમાં ઇન્ડસ્ટ્રીઓ હોઇ, કદાચ ત્યાંથી ટોક્સિનયુક્ત ચીજ ખાધી હોવાથી પણ કબૂતરોના મોત થવાની શંકા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો