તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોનો સર્વે:કોરોનાની ત્રીજી લહેર સામે રાજ્યમાં પ્રથમવાર અમદાવાદ જિલ્લામાં 1.60 લાખ બાળકનો સર્વે, 1600માં રિસ્ક ફેક્ટર જોવા મળ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોલા સિવિલ હોસ્પિટલ - Divya Bhaskar
સોલા સિવિલ હોસ્પિટલ
  • જિલ્લાના વિવિધ ગામોમાં 0થી 5 વર્ષ સુધીના બાળકોનો સર્વે કરાયો
  • ત્રીજી લહેર સામે સોલા સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડ તૈયાર કરાયો
  • સોલા સિવિલમાં ICU અને વેન્ટિલેટર સાથેના 100 બેડની વ્યવસ્થા કરાઈ

અમદાવાદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને લઈને સૌપ્રથમવાર બાળકોનો સર્વે હાથ ધરાયો છે. આ સર્વે આધારે જે બાળકોમાં રિસ્ક ફેક્ટર જણાય એટલે કે તેમને કોઈ બીમારી, નબળાઈ કે કુપોષણ એવા તમામ પાસા જણાય તેવા બાળકોને મેડિકલ ટીમ દ્વારા નિદાન પણ કરાશે. જિલ્લાના વિવિધ ગામોના 1 લાખ 60 હજાર બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 1600 બાળકોમાં રિસ્ક ફેક્ટર જોવા મળ્યું હતું.

કુષોપણ કે બીમારીથી પીડિત બાળકોને આઈડેન્ટિફાય કરાયા
અમદાવાદ કલેકટર સંદીપ સાંગલેએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને અમદાવાદ જિલ્લામાં બાળકોનો સૌપ્રથમ વાર સર્વે હાથ ધરાયો છે. જેમાં જિલ્લાના અલગ અલગ ગામોમાં 0થી 5 વર્ષના 1.60 લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે માં જાણવા મળ્યું કે, 1600 બાળકો એવા છે કે રિસ્ક ફેક્ટર ધરાવે છે. એટલે કે તેઓ કુપોષણથી પીડાય છે અથવા તેઓને કોઈ બીમારી છે. એટલે આવા બાળકો આઇડેન્ટિફાય થયા છે. તેઓને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે
અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે

બાળકોનું મોનિટરિંગ કરવા માટે કંટ્રોલ રૂમ
કલેક્ટરે ઉમેર્યું હતું કે, આવા બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા વધારે જોવા મળે છે. અમે આવા બાળકોનું મોનિટરિંગ કરવા માટે કંટ્રોલ રૂમમાંથી નજર રાખી રહ્યા છે, જેથી બાળકોને કોઈ પણ તકલીફ થાય તો અમે તેમના સુધી પહોંચી શકીએ. સાથે આ ત્રીજી લહેરને લઈને અમે સોલા સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડ તૈયાર કર્યો છે. જેમાં ICU અને વેન્ટિલેટર સાથેના 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા તંત્ર આ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પહોંચી વળવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે.

સંભવિત ત્રીજી લહેર બાળકોને વધુ અસર કરી શકે છે
ત્રીજી લહેરને લઈને નિષ્ણાત ડોક્ટર અને વૈજ્ઞાનિકોનું માનવું છે, આ લહેર માં બાળકો ને વધુ અસર થઈ શકે છે. સાથે હજી સુધી બાળકો માટે કોરોનાની વેક્સિન પણ ઉપલબ્ધ નથી. જેથી હવે સરકાર તમામ હોસ્પિટલમાં ખાસ બાળકોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના મહામારીએ પહેલી અને બીજી લહેરમાં ઘણી તબાહી મચાવી હતી. જેમાં કોરોનાની બીજી લહેર તો એટલી ભયાવહ હતી કે તેને પહોંચી વળવા સરકારે મહેનત કરવી હતી. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાઓ ખૂટી જતાં લોકો પોતાના સ્વજનોને સારવાર અપાવી શક્યા ન હતા. તેઓ લાચાર બનીને હોસ્પિટલની બહાર કલાકો એબ્યુલન્સમાં પોતાના સ્વજનને તડપતા જોતા હતા. પહેલી અને બીજી લહેરની સ્થિતિને ધ્યાને લઈને હવે સરકાર જાગી છે અને ત્રીજી લહેર ન આવે તે માટે હવે અગાઉથી તમામ વ્યવસ્થા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...