તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોબોટિક ટેક્નિકથી સફળ સર્જરી:સુરેન્દ્રનગરના દર્દીને કોરોના થતા 45 દિવસ વેન્ટિલેટર પર રહેવાથી લકવો થયો, સ્પાઇન સર્જને 2 તબક્કામાં કરોડરજ્જુનું ઓપરેશન કર્યું

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: સમીર રાજપૂત
 • કૉપી લિંક
નસ પર લટકતી કરોડરજ્જુની બે તબક્કામાં રોબોટિક સર્જરી કરવામાં આવી. - Divya Bhaskar
નસ પર લટકતી કરોડરજ્જુની બે તબક્કામાં રોબોટિક સર્જરી કરવામાં આવી.
 • સુરેન્દ્રનગરના દર્દીને કોરોના થતાં 70 દિવસ ICUમાં રખાયા હતા
 • કરોડરજ્જુમાં 10 મીમી નસ ફાટી જવાનો ગંભીર ખતરો પણ હતો

સુરેન્દ્રનગરમાં રહેતાં ધર્મેન્દ્ર આમોદર કોરોના થયા બાદ 3 હોસ્પિટલોમાં સારવાર દરમિયાન 45 દિવસ વેન્ટિલેટર અને 70 દિવસ સુધી આઇસીયુની સારવારથી સ્વસ્થ તો થઇ ગયા, પણ ઘરે જતી વખતે વ્હીલચેરમાં બેસવા જતાં અચાનક ગરદન બટકાઇ જતાં શરીર લકવાગ્રસ્ત થયુંં હતું. જોકે શહેરના એક સ્પાઇન સર્જને તેમની નસ પર લટકતી કરોડરજ્જુની બે તબક્કામાં 5 કલાકની સફળ કમ્પ્યૂટર નેવિગેશન રોબોટિક સર્જરીથી ફરી ચાલતા કરી અપંગતાથી બચાવ્યા છે.

સ્પાઇન સર્જન ડો. બિરેન શાહ જણાવે છે કે, દર્દીના એમઆરઆઇ અને સિટી સ્કેનના રિપોર્ટમાં બામ્બુ સ્પાઇનની તકલીફને લીધે ગરદન અને થોરેક્સના જંકશન પાસે ફ્રેક્ચર થવાથી ગરદન લટકી પડતાં આખી કરોડરજ્જૂ નસ પર લટકી રહી હતી. કરોડરજ્જૂની આગળ-પાછ‌ળ 360 ડિગ્રી ફિક્સ કરવા અત્યાધુનિક કમ્પ્યુટર રોબોટિક નેવિગેશન સર્જરી કરતાં 3 માસ બાદ દર્દી ફરી ચાલતા થયાં છે. દર્દી અને પરિજનોની ધીરજે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.

આ રીતે સર્જરી કરવામાં આવી હતી
દર્દીની કરોડરજ્જુને બેલ્ટથી ફિક્સ કરી, સર્જરીમાં પેટના ભાગેથી કમ્પ્યુટર નેવિગેશન, સિટી સ્કેન, લાઇવ વાયરિંગથી ન્યુરોલોજીક્લ મોનિટરિંગ સાથે કરોડરજ્જૂને ચોક્કસ સ્થિતિમાં લાવી પ્લેટથી ફ્કિસ કરી 15 દિવસ બાદ ફરીથી પાછળના ભાગે રોબોટની મદદથી મણકાને પ્લેટથી ફિક્સ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો