જાહેરહિતની અરજી:સુરેન્દ્રનગરના ખેડૂતોની ગુજરાત હાઈકોર્ટમાં PIL, પાક વીમાને લગતી તમામ અરજીઓની એકસાથે સુનાવણી થશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • ઇન્સ્યોરન્સ કંપની તરફથી પાક વીમાનું વળતર ચૂકવવામાં આડોડાઈ કરતી હોવાની રજૂઆત કરાઈ
  • સરકારે જેટલું નુકસાન ચૂકવ્યું હોય એ સિવાયના વળતરની રકમ માટે ઇન્શ્યોરન્સ કંપનીનો ખુલાસો જરૂરી: હાઈકોર્ટ

સુરેન્દ્રનગરના ખેડૂતોએ પાક વીમો ન મળવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજીને અત્યાર સુધી આવેલી આ બાબતથી તમામ અરજીઓ સાથે મર્જ કરતા એકસાથે સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી મામલે સુનાવણી દરમિયાન મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, ખેડૂતોને નુક્સાનીનું વળતર મળવું જોઈએ, સાથે જ એ પણ ટાક્યું છે કે ખેડૂતો બેવડા વળતરની આશા ન રાખે, જોકે જે નુકસાન થયું છે, તે મુજબ વળતર મેળવવા ખેડૂતો હકદાર ગણાય.

સર્વેના અભાવે PM ફસલ બીમા યોજનાથી વંચિત રહ્યાની ખેડૂતોની રજૂઆત
સુરેન્દ્રનગરના ખેડૂતોએ કરેલી અરજીમાં યોગ્ય સર્વેના અભાવે ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભથી વંચિત રહ્યા હોવાની ખેડૂતોએ રજૂઆત કરી છે. સાથે જ ઇન્સ્યોરન્સ કંપની તરફથી પાક વીમાનું વળતર ચૂકવવામાં આડોડાઈ કરવામાં આવતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. જેને લઈ હાઈકોર્ટે ટાક્યું કે કુલ નુકસાનમાં સરકારે જેટલું નુકસાન ચૂકવ્યું હોય એ સિવાયના વળતરની રકમ માટે ઇન્શ્યોરન્સ કંપનીનો ખુલાસો જરૂરી છે.

આવતા મંગળવારે 40થી વધુ અરજીઓની એક સાથે સુનાવણી હાથ ધરાશે
આ મામલે હવે અત્યાર સુધી પાક વીમાની રકમ ન મળવા સહિતની અરજીઓ એકસાથે મર્જ કરી છે. જેમાં અંદાજે 40થી વધુ અરજીઓની આવતા મંગળવારે એકીસાથે આ પ્રકારની અરજીઓ બાબતે સુનાવણી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...