નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો:દેશનાં 19 મોટાં શહેરોમાં કરાયેલી ધરપકડના ચોંકાવનારા આંકડા, 43,605 સાથે સુરત ચોથા અને 34,237 સાથે અમદાવાદ 5મા ક્રમે

અમદાવાદ25 દિવસ પહેલાલેખક: વિશાલ પાટડિયા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • NCRB દ્વારા ઇન્ડિયન પિનલ કોર્ડ હેઠળ દેશમાં કરાયેલી ધરપકડના આંકડા જારી
  • SLLમાં દહેજ, ઘરેલુ હિંસા નાર્કોટીક્સ અને SC-ST જેવા કાયદાનો સમાવેશ

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)એ હાલમાં જ જાહેર કરેલા રીપોર્ટમાં 2021નાં વર્ષમાં ઇન્ડિયન પીનલ કોડ (IPC) તેમજ સ્પેશ્યલ એન્ડ લોકલ લો (SLL) હેઠળ દેશનાં સૌથી મોટા 19 શહેરોમાં થયેલી ધરપકડોની વિગતો બહાર પાડી છે. આ ધરપકડોમાં ગુજરાતનાં અમદાવાદ અને સુરત શહેરોમાં થયેલી ધરપકડોની સંખ્યાએ દેશનાં મોટા શહેરોને પાછળ છોડી દીધા છે.

IPC હેઠળ થયેલી ધરપકડમાં સુરત દિલ્હી, મુંબઇ અને ચેન્નઇ પછી ચોથા નંબરે અને અમદાવાદ પાંચમાં નંબરે છે. ગુજરાતનાં બે શહેરોએ હૈદરાબાદ, બેંગલોર, કોલકાતાને પાછળ રાખી દીધા છે. જ્યારે SLL હેઠળ થયેલી ધરપકડમાં ચેન્નઇ પછી અમદાવાદ બીજા અને સુરત ત્રીજા નંબરે છે. જેમાં દિલ્હી, મુંબઇ, બેંગલોર, કોલકાતા જેવા શહેરો પાછળ છૂટી ગયા છે.

IPC ગુનામાં અપહરણ, હત્યા સહિત 130 ગુના
NCRBનાં આ રીપોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ હેઠળ નોંધાતા આશરે 130 જેટલા ગુનાની વિગતો નોંધાઇ છે. જેમાં હત્યા, આત્મહત્યા, મહિલાની છેડતી, ચોરી, અપહરણ, બળાત્કાર, હીટ એન્ડ રન, છેતરપિંડી, ગેરકાયદે અટકાયત, દહેજને લીધે હત્યા, પ્રોસ્ટીટ્યુશન, રાયોટીંગ, ધરકી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. NCRBએ સ્પેશ્યલ એન્ડ લોકલ લો હેઠળ આશરે 67 જેટલા કાયદા હેઠળ થયેલી ધરપકડો નોંધી છે. આમાં ડાઉરી એક્ટ, ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ, સહિતના કાયદાઓનો સમાવેશ થાય છે.

19 મોટાં શહેરોમાં 5.15 લાખ ધરપકડ
ઇન્ડિયન પીનલ કોડ હેઠળ દેશમાં 19 શહેરોમાં આશરે 130 જેટલા ગુના હેઠળ 5,15 લાખ ધરપકડો આ રીપોર્ટમાં નોંધાયેલી છે. આ ગુનામાં હત્યા, અપહરણ, બળાત્કાર જેવા ગંભીર ગુના આવે છે.

શહેરવાર ધરપકડ

દિલ્હી1,29,925
ચેન્નઇ85,946
મુંબઇ79,052
સુરત43,605
અમદાવાદ34,237
બેંગલોર24,970
નાગપુર16,001
જયપુર15,542

SLL હેઠળ ટોચની ધરપકડો

ચેન્નઇ82,893
અમદાવાદ80,861
સુરત51,469
દિલ્હી22,794
મુંબઇ20,895
બેંગલોર16,054
કોચી11,045
કોઇમ્બતુર10,812
અન્ય સમાચારો પણ છે...