વિધાનસભા 2022 ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ગુજરાતના બ્યુરોકેટ્સમાં બળતી બદલીને દોર શરૂ થવાની તૈયારીઓ છે. ત્યારે આજે ગુજરાત સરકારના આઈપીએસ અધિકારીઓમાં પ્રમોશન અને પગાર વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવીરસિંહને પ્રમોશન આપીને આઈજીપી બનાવાયા છે. જ્યારે સુરત રેન્જને અપગ્રેડ કરીને પિયુષ પટેલને પ્રમોશન અપાયું છે. જ્યારે તેમને એડીજીપી બનાવાયા છે
અમદાવાદ CP સંજય શ્રીવાસ્તવ માર્ચમાં નિવૃત થશે
બીજી તરફ નિર્લિપ્ત રાય સહિત સાત આઇપીએસ અધિકારીને ગ્રેડ પે વધારો કરાયો છે. આ મહિનાના અંતે રાજ્યના પોલીસવાળા નિવૃત્ત થવા જઈ રહ્યા છે, ત્યારે નવા ડીજીપી કોણ બનશે તે અંગેની ચર્ચાઓ થઈ રહ્યા છે. ત્યારે તેમને એક્સટેન્શન અપાય અને બીજા અધિકારીઓને સપના રોડાય તેવી પરિસ્થિતિ પણ હાલ ચર્ચામાં છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ માર્ચ મહિનામાં નિવૃત થાય છે. ત્યારે તેમને પણ એક્સટેન્શન આપવાની વાત પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે.
IPS ઓફિસર | હાલ ક્યાં પોસ્ટિંગ છે |
જયપાલસિંઘ રાઠોર | એસ.પી, રાજકોટ ગ્રામ્ય |
લીના માધવરાવ પાટીલ | એસ.પી, ભરૂચ |
શ્વેતા શ્રીમાળી | એસ.પી (પશ્ચિમી રેલવે),અમદાવાદ |
નિર્લિપ્ત રાય | એસ.પી, સ્ટેટ મોનિટરીંગ સેલ, ગાંધીનગર |
દીપકકુમાર મેઘાણી | એસ.પી (કાયદો-વ્યવસ્થા), ગાંધીનગર |
મહેન્દ્ર બગરિયા | એસ.પી (પૂર્વ) કચ્છ, ગાંધીધામ |
સુનિલ જોશી | એસ.પી (ઓપરેશન), અમદાવાદ |
રાજ્યના નવા DGP કોણ?
ગુજરાત પોલીસ અધિકારીઓમાં હવે નવા ડીજી કોણ બનશે તે અંગેની ચર્ચાઓ થઈ રહી છે, જેમાં સરકારની ગુડ બુકમાં હોય તેવા અધિકારીઓને પ્રાથમિકતા આપાવતી હોય તેવું દેખાય છે. અગાઉ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને આઠ મહિનાનું એક્સટેન્શન આપીને તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમને એક્સટેન્શન આપવું કે નહીં તે અંગે દિલ્હી દરબારથી કોઈ સૂચના આવે તેની રાહ જોવાઈ રહી છે. આ બધાની વચ્ચે જો આશિષ ભાટિયાને વધુ એક એક્સટેન્શન મળે તો અન્ય અધિકારીઓના સપના સપના જ રહી જશે અને તેઓને પોતાના સ્થાનેથી નિવૃત થવું પડે તેવી શક્યતાઓ છે. પરંતુ ચૂંટણી બાદ અનેક જગ્યાએ મહત્વની બાબતોને નોંધ કર્યા બાદ હવે નવા ડીજીપી માટે ચર્ચા કરવામાં આવી રહી છે. જ્યારે સિનિયોરિટી વાત કરવામાં આવે તો ડીજીપીની રેસમાં અતુલ કરવાલ ત્યારબાદ વિકાસ સહાય, સંજય શ્રીવાસ્તવ, અનિલ પ્રથમ આવે છે. જેમાં અનિલ પ્રથમને સરકારની ગુડ બુકમાં ન હોવાથી તેમને રાજ્યના પોલીસવડાનું પદ મળી શકે નહીં તેવી શક્યતાઓ છે. બીજી તરફ અતુલ કરવાલ હાલ ડેપ્યુટેશન પર છે. જો તેઓ ડીજીપીનો તાજ પહેરવાનો ના પાડે તો હવે વિકાસ સહાય અને સંજય શ્રીવાસ્તવ વચ્ચે રેસ લાગેલી છે.
સંજય શ્રીવાસ્તવ હવે સરકારની ગુડ બુકમાં
થોડા રિસામણા મનામણા બાદ અમદાવાદ પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ હવે સરકારની ગુડ બુકમાં છે અને તેમને એક્સટેન્શન આપીને મહત્વની ભૂમિકામાં રાખવામાં આવે અથવા તેમને ચાલુ પદ ઉપર વધુ રાખવામાં આવે તેવી પણ શક્યતા છે. એટલે કે જો તેમને ડીજીપીનું પદ ન મળે તો તેઓ અમદાવાદ પોલીસ કમિશન તરીકે વધારે કામ કરશે. જ્યારે વિકાસ સહાય તાજેતરમાં હની ટ્રેપ જેવા મહત્વના મુદ્દાની તપાસ કરી હતી. ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા અને હવે વિકાસ સહાયને રાજ્યના પોલીસવડા બનાવવામાં આવે તો એક ઈમાનદાર ઓફિસર રાજ્યના પોલીસવડાનું સુકાન સંભાળશે તેવી પણ શક્યતા છે.
ભાટિયાને એક્સટેન્શન મળે તો તમામ અટકળનો અંત
બધાની વચ્ચે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ ડી જી પી બની શકે, તેવી શક્યતાને હાલ નકારાઈ રહી હતી અને હવે ગણતરીના દિવસોમાં આ સ્પષ્ટ થઈ જશે કે રાજ્યના નવા ડીજીપી મળશે કે વર્તમાન ડીજીપીને એક્સટેન્શન આપીને ચલાવવામાં આવશે. જો આશિષ ભાટિયાને એક્સટેન્શન મળે તો તમામ અટકળનો અંત આવી જાય છે. બીજી તરફ સુરત પોલીસ કમિશનર અજય તોમરને સરકાર મહત્વની જગ્યા આપી શકે છે. જો સંજય શ્રીવાસ્તવને એક્સટેન્શન આપીને રાજ્યના પોલીસ વડા બનાવવા હોય તો અજય તોમર નિશ્ચિત રીતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર બને તેવી પૂર્ણ શક્યતાઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.