કોરોના ગુજરાત:સુરત શહેરમાં સૌથી વધુ 7 કેસ નોંધાયા, રાજ્યમાં 24 નવા કેસ સામે 17 દર્દી સાજા થયા, જ્યાં એકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 શહેર અને 28 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 142ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

રાજ્યમાં કોરોના વાયરસની મહામારીનો લગભગ અંત આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 24 નવા કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનામાં એકનું મોત થયું છે. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 7 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. જ્યારે 5 શહેર અને 28 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 ટકા પર સ્થિર રહ્યો છે.

ચોથા દિવસ બાદ આજે એકપણ મોત નહીં
રાજ્યમાં સતત ચાર દિવસ કોરોનાથી મોત નોંધાયા હતા. અગાઉ 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

182 એક્ટિવ કેસ અને 5 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 142ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 86 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 855 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 182 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 177 દર્દીની હાલત સ્થિર છે.

1 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 સપ્ટેમ્બર13100
2 સપ્ટેમ્બર10120
3 સપ્ટેમ્બર16171
4 સપ્ટેમ્બર15160
5 સપ્ટેમ્બર14160
6 સપ્ટેમ્બર19130
7 સપ્ટેમ્બર18210
8 સપ્ટેમ્બર17150
9 સપ્ટેમ્બર19200
10 સપ્ટેમ્બર21130
11 સપ્ટેમ્બર16120
12 સપ્ટેમ્બર17140
13 સપ્ટેમ્બર12160
14 સપ્ટેમ્બર11190
15 સપ્ટેમ્બર15180
16 સપ્ટેમ્બર22230
17 સપ્ટેમ્બર25200
18 સપ્ટેમ્બર13240
19 સપ્ટેમ્બર8150
20 સપ્ટેમ્બર14170
21 સપ્ટેમ્બર14140
22 સપ્ટેમ્બર20200
23 સપ્ટેમ્બર26190
24 સપ્ટેમ્બર17120
25 સપ્ટેમ્બર16120
26 સપ્ટેમ્બર21190
27 સપ્ટેમ્બર21300
28 સપ્ટેમ્બર24180
29 સપ્ટેમ્બર20120
30 સપ્ટેમ્બર24180
1 ઓક્ટોબર16160
2 ઓક્ટોબર27140
3 ઓક્ટોબર23140
4 ઓક્ટોબર27140
5 ઓક્ટોબર23141
6 ઓક્ટોબર21181
7 ઓક્ટોબર20221
8 ઓક્ટોબર19220
9 ઓક્ટોબર24171
કુલ આંક7186566

​​​​​​​​​​​​​​રાજ્યમાં કુલ 8,26,142 કેસ, 10086 દર્દીના મોત અને 8,15,855 ડિસ્ચાર્જ​​​​​​​

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ238,243234,7913,411
સુરત143,747141,7171,955
વડોદરા78,09877,283788
રાજકોટ57,95757,219725
જામનગર34,96934,484478
મહેસાણા24,41924,238177
ભાવનગર21,44121,135301
ગાંધીનગર20,75220,544205
જૂનાગઢ20,48020,207271
બનાસકાંઠા13,63113,469162
કચ્છ12,62012,466145
પંચમહાલ11,77011,70070
પાટણ11,62411,495129
ભરૂચ11,42611,308118
અમરેલી10,81010,708102
ખેડા10,43210,37948
દાહોદ9,9559,91738
આણંદ9,6299,57949
સાબરકાંઠા9,3169,159157
ગીર-સોમનાથ8,5648,49567
મહીસાગર8,1948,12272
સુરેન્દ્રનગર8,1217,985136
નવસારી7,1797,14524
મોરબી6,5026,41587
વલસાડ6,3026,21551
નર્મદા5,9535,93815
અરવલ્લી5,1865,10878
તાપી4,4424,41624
દેવભૂમિ દ્વારકા4,1754,09382
પોરબંદર3,4863,46519
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ86884618
અન્ય રાજ્ય1621593
કુલ826,142815,85510,086

​​​​​​​