આયોજન:સુપ્રીમનાં જજ બેલાબેન ત્રિવેદીએ કહ્યું - ટેક્સના નિયમ ઘણાં જટિલ, લોકોને સમજાય તેવા બનાવો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રિપ્ટો કરન્સી કાયદામાં લાવવા ભલામણ

આંટીઘૂંટી અને અટપટા એવા ટેક્સના નિયમોને સામાન્ય લોકોને સમજાય તેવા બનાવવાની વાત કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલાબેન ત્રિવેદીએ જણાવ્યું કે, ડિજિટલ અને ક્રિપ્ટો કરન્સી એટલી વધી ગઇ છે કે તેને કાયદામાં લાવવી પડે તેવી પરિસ્થિતિ આવી ગઇ છે.

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ઈન્ક્મટેક્સ બાર એસોસિએશન આયોજિત કોન્ક્લેવના બીજા દિવસે ન્યાયાધીશ બેલાબહેન ત્રિવેદીએ માઉથપીસ આઇટી મિરર પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. હાઇકોર્ટના સિનિયર એડવોકેટ તુષાર હેમાણીએ જણાવ્યું કે, ફેશલેશ એસેસમેન્ટના પડકારોને અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોને ટેકનોલોજી સાથે સુસંગત કેવી રીતે કરવી તેમજ તેનું મહત્ત્વ કેવી રીતે જાળવવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ઓલ ગુજરાત ફૅડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના ચેરમેન ધીરજ શાહ, કો.ચેરમેન ધ્રુવેન શાહ, પ્રફુલ્લ શાહ, આશુતોષ ઠક્કર, ઈન્ક્મટેક્સ બાર એસોસિએશનના પ્રેસિડન્ટ મૃદાંગ વકીલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...