• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Supporters Of The Deposed Ministers Opened Fronts, Sparking Protests; Despite The Opposition, The Party Will Stick To The 'no Repeat' Theory

મંત્રીમંડળનું સસ્પેન્સ:પડતા મુકાયેલા મંત્રીઓના સમર્થકોએ મોરચા ખોલ્યા, ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શનો; વિરોધ છતાં પાર્ટી ‘નો રીપિટ’ થિયરીને વળગી રહેશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શપથ લઈ રહેલા નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
શપથ લઈ રહેલા નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - ફાઇલ તસવીર
  • પૂર્ણકદનું 27 સભ્યોનું મંત્રીમંડળ રહેશે
  • કપાયેલા મંત્રીઓના મંત્રી પદ માટે હવાતિયાં, ભાજપ મોવડીમંડળ પોતાની ‘નો રિપીટ’ થિયરી પર મક્કમ

રાજ્યમાં નવા મંત્રીમંડળની રચનાને પગલે ભારે સસ્પેન્સ ઊભું થયું છે. ભાજપના મોવડીમંડળ તરફથી નો રિપીટની થીયરી લાગુ કરાયા બાદ રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મૂકાવાની શક્યતા છે અવા સંજોગોમાં જે નેતાઓ કપાવાના નક્કી છે તેમની અંદર અસંતોષ ફેલાઈ ગયો છે. પડતાં મુકાયેલાં મંત્રીઓના સમર્થકોએ મોરચાં ખોલી દીધા છે અને ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શનો અને દેખાવો શરૂ કરી દીધા છે. આમાંથઈ કેટલાક સિનિયર નેતાઓને મનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે અને કેટલાક માની પણ ગયા છે. ત્યારે પત્રના વરિષ્ઠ નેતાઓને આવા વિરોધ સામે ઝુકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને નો રિપીટની થીયરીને વળગી રહ્યા છે અને સકહ્યું છેકે પૂર્ણકદનું 27 સભ્યોનું મંત્રીમંડળ શપથ લેશે.

દીલીપ ઠાકોરને પડતા મૂકાતા વિરોધ
ગુજરાત સરકારના પડતાં મુકાયેલાં મંત્રીઓના બચાવમાં તેમના સમર્થકો મેદાને પડ્યા છે. સૌથી પહેલાં જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકીના સમર્થકો ગાંધીનગર આવવા નીકળી ગયા હતાં. આ ઉપરાંત કંઇકેટલાંય મંત્રીઓના સમર્થકોએ તેમના વિસ્તારમાં બેઠકો કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાકે સમર્થકોએ સોશિયલ મીડિયામાં પણ મોરચો ખોલી દીધો છે અને તેના નેતાનું નામ કપાશે તો તેનું નુકસાન ભાજપને ભોગવવું પડશે તેવી પોસ્ટ મૂકી રહ્યા છે. દીલિપ ઠાકોરના સમર્થકોએ તો તેમના મતવિસ્તાર હારીજમાં ખુલ્લેઆમ ભાજપનો વિરોધ કરી નાંખ્યો અને ઠાકોરને પડતાં મૂકાય તો તેમનો સમાજ ચૂંટણીમાં ભાજપથી વિમુખ રહેશે તેવું કહી દીધું.

બાવળિયાને દૂર કરે તો મોટું નુકસાન
આ તરફ કુંવરજી બાવળિયાના સમર્થનમાં અખિલ ભારતીય કોળી સમાજે ઝુકાવી દીધું છે. તેમણે બાવળિયાને ફરી સમાજના પ્રમુખ બનાવવાની સાથે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રકાંત પીઠાવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે જો બાવળિયાને મંત્રીપદેથી દૂર કરાશે તો આવતી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કોળી સમાજનું વર્ચસ્વ ધરાવતી 28થી 30 બેઠકો પર નુક્સાન સહન કરવાનું આવશે.

‘ચૂંટણી સુધીમાં બધું ભૂલાઈ જશે’
મંત્રી મંડળની રચનાને લઈને થઈ રહેલા વિરોધ વચ્ચે પણ ભાજપ નો રીપિટ થિયરીને વળગી રહેશે તેવા સંકેત ભાજપના ટોચના નેતાએ આપ્યા છે. ટોચની નેતાગીરીએ જણાવ્યું કે મંત્રીમંડળમાં કોઇપણ ચહેરા રિપીટ નહીં જ થાય અને ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ પૂર્ણકદનું 27 સભ્યોવાળું રહેશે. નેતાએ સ્વીકાર્યું હતું કે નારાજગી ચોક્કસ છે અમે તેને દૂર કરીશું, હાલમાં ભલે નારાજગી હોય પણ ચૂંટણી સુધીમાં બધું ભૂલાઇ જશે. શપથવિધિ બુધવારને બદલે ગુરૂવાર પર લઇ જવા અંગે તેમણે કહ્યું કે તેનું કારણ ચોક્કસ છે પણ તે જાહેર કરી શકાય તેમ નથી.

નવા નેતૃત્વનું પરિણામ સારું જ આવશેઃ વરિષ્ઠ નેતા
ભાજપના નેતાઓ નો રિપીટ થિયરીને સમજાવતા ભાજપના આ વરિષ્ઠ નેતાએ કહ્યું કે તમે રોજ ઘરમાં ટીંડોળાનું શાક ખાવ છો? એકનું એક શાક ઘરમાં બને તો શું થાય. ચેન્જ તો જોઇએ. તે રીતે આ પણ એક પ્રકારનો ચેન્જ છે. જનતાને નવું નેતૃત્વ મળે તો તેનું પરિણામ પણ સારૂ જ આવશે. ફેબ્રુઆરીમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મોટાભાગના ઉમેદવારો નવા હતા. જેનું પાર્ટીને શ્રેષ્ઠ પરિણામ મળ્યું હતું. હવે રાજ્ય સરકાર પ્રત્યેનું એન્ટિઇન્કમ્બન્સી ફેક્ટર ખાળવા માટે મંત્રીમંડળની રચનામાં પણ ભાજપ આ પ્રયોગ કરવા જઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...