ઉડતા અમદાવાદ:શહેરમાં ડ્રગ્સના સપ્લાયર્સ પૂર્વ-સિટી વિસ્તારોના, સેવન કરનારા માટે એસજી હાઈવે, સિંધુભવન રોડ, વૈષ્ણોદેવી સર્કલ 'સેફ હેવન'

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • ડ્રગ્સ ડીલનું કોઈ ચોક્કસ સ્પોટ નહિ પણ પોશ એરિયાની ગલી-ખૂંચીમાં સપ્લાયર એમડી, ચરસ આપી દે
  • હાઇ પ્રોફાઈલ ઘરના યુવક-યુવતીઓ ગણતરીની મિનિટમાં ડ્રગ્સ લઈને આંખના પલકારામાં છૂમંતર થઈ જાય
  • વોટ્સએપ-ટેલિગ્રામ પર ડ્રગ્સની ક્વોન્ટિટી ને ભાવ નક્કી થાય, કોડમાં ડ્રગ્સનો આપ લે થાય
  • એમડીને ઝીપર, ચરસને કાલા સોના કે દાણો અને કેમિકલ ડ્રગ્સને પાર્ટી આઈટમનું ફેવરિટ ઉપનામ

મુંબઈની આર્થર રોડ જેલમાં ડ્રગ્સ કેસમાં સુપર સ્ટાર શાહરુખખાંનનો પુત્ર આર્યન અત્યારે સળિયા ગણી રહયો છે. આનાપગલે અત્યારે દેશમાં વ્યાપક ડ્રગ્સ નેટવર્કનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એક હકીકત એ પણ છે કે અત્યારે ગુજરાતના મોટાભાગના શહેરમાં ડ્રગ્સનું દૂષણ ફેલાયેલું છે. આશ્ચર્યની વાત તો એ છે કે ડ્રગ્સના કેરિયર તરીકે અમદાવાદ પોલીસના કર્મચારીની પણ ધરપકડ થઈ ચૂકી છે. અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી જ્યાં યંગ જનરેશન અને સ્કૂલ-કોલેજ જતાં સગીરો સુદ્ધાં ડ્રગ્સના રવાડે ચઢ્યા છે. નવાઈની વાત તો એ છે કે ડ્રગ્સના મોટાભાગના પેડલર અને સપ્લાયર્સ પૂર્વ અમદાવાદ અને સિટી એરિયાના છે જ્યારે મોટાભાગના વપરાશકાર યંગસ્ટર્સ પશ્ચિમ અમદાવાદના છે.

પેડલર અને કેરિયર સાંજ પડતા પશ્ચિમ અમદાવાદમાં ડીલ કરવા આવી જાય
ડ્રગ્સના દુષણમાં અનેક લોકો મદદ કરતા હોવાથી તેનું દૂષણ સરળતાથી નાબૂદ કરવું હાલ પોલીસ માટે અશક્ય છે. અમદાવાદના પૂર્વ અને શહેરના કોટ વિસ્તારમાં ડ્રગ્સ પેડલર અને કેરિયર સક્રિય છે. જ્યારે આ ડ્રગ્સનો નશો કરવાના હોટસ્પોટ સિંધુભવન રોડ, એસજી હાઈવેથી લઈને એસપી રીંગ રોડ અને વૈષ્ણોદેવી સર્કલથી તપોવન સર્કલ તરફના વિસ્તારો છે. તપાસ એજન્સીએ આ હોટસ્પોટને આઈડેન્ટિફાય કર્યા છે છતાં નેટવર્કને ક્રેક કરવું અશક્ય છે. સમગ્ર ડ્રગ્સ રેકેટ સિફતપૂર્વક ચાલે છે અને ડ્રગ્સની લેવડ-દેવડ આંખના પલકારામાં થઈ જાય છે. ડ્રગ્સની ડીલ વોટ્સએપ અને ટેલિગ્રામમાં કોડથી થાય છે, એમ આ કેસની તપાસ કરતી એજન્સીના અધિકારીએ દિવ્યભાસ્કરને કહ્યું છે.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

સાંજ પડ્યે સિંધુભવન રોડ-રીંગ રોડના ખૂણા-ઝાડીઓ પર ગાડીની લાઈનો
અમદાવાદમાં સિંધુભવન રોડ અને રીંગ રોડને અડીને આવેલા પશ્ચિમના વિસ્તારો ડ્રગ્સના નશાના હોટસ્પોટ બની રહ્યા છે. ડ્રગ્સનો વેપાર ધીમે-ધીમે પાર્ટીઓથી બહાર હવે રોડની સાઈડમાં અને નો-મેન્સ લેન્ડ જેવા ઝાડી વિસ્તારમાં થાય છે. આવા ખૂણેખાચરે ડ્રગ્સનો નશો કરતું યુવાધન સાંજ પડતાં જ ગાડીઓમાં ગોઠવાઈ જાય છે. ટોળે વળીને યુવાનો ગપ્પા મારતા હોવાનું પહેલી નજરે લાગે પણ અંદરખાને ડ્રગ્સનો નશો થતો હોવાની વિગતો તપાસ એજન્સીઓ પાસે આવી રહી છે.

ઓર્ડર લેનાર-ડ્રગ્સ આપનાર-પેમેન્ટ લેનાર અલગ-અલગ વ્યક્તિ
આ ડ્રગ્સના નેટવર્ક અને ચલણ વિશે દિવ્યભાસ્કર દ્વારા ટોચની તપાસ એજન્સીઓ પૈકીની એક એજન્સીના સિનીયર અધિકારી સાથે વાત કરી હતી. આ અધિકારીએ મહત્ત્વની વિગત જણાવતા કહ્યું હતું કે, આ ધંધો કરનારા ખૂબ શાતિર હોય છે. મોટાભાગે ડ્રગ્સની ડિલિવરી લેવા હવે યુવતીઓ આવે છે અને પછી ફ્રેન્ડ્સસર્કલમાં બધા મળીને ડ્રગ્સનું સેવન કરે છે. સામાન્ય રીતે , શહરેના કોટ વિસ્તરમાં મોટાપાયે ડ્રગ્સ પેડલર અને કેરિયર સક્રિય છે. તેમનું ડ્રગ્સ ડિલિવરીનું નેટવર્ક એટલું ફાસ્ટ અને સચોટ છે કે તેને ક્રેક કરી ન શકાય. આમાં ઓર્ડર લેનાર, ડ્રગ્સની ડિલિવરી કરનાર અને પેમેન્ટ લેનાર એમ બધા અલગ-અલગ હોય છે.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

ડ્રગ્સની ડીલ માટે પેડલરો CCTVનું નેટવર્ક બિછાવે છે
શહેરના કોટ વિસ્તરમાં અગાઉ ડ્રગ્સ દિલમાં જે વ્યક્તિ પકડાયો હતો તેણે ઘણી રસપ્રદ હકીકતો જણાવી હતી. તેના કહેવા મુજબ ડ્રગ્સ ડીલરો જ્યાં ડીલ થતી હોય તેના દર 100 મીટરે એક માણસ એક્ટિવ હોય છે. તેણે સીસીટીવી નેટવર્ક બિછાવેલું હતું. જેનાથી તે આંખના પલકારામાં તે ભાગી શકતો હતો. બીજી તરફ અમદાવાદની એક એજન્સીનો પોલીસ કર્મચારી પણ ડ્રગ્સ લાવવામાં સામેલ હતો. આ બધાને કારણે ડ્રગ્સને જડમૂળથી કાઢવું હાલ અશક્ય હોવાનું તપાસ એજન્સીના અધિકારીએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...