તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાહત:અમદાવાદમાં સુપર સ્ટોર્સ પણ કડક શરતો સાથે ખૂલ્યાં

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
 • અત્યાર સુધી હોમ ડિલિવરીને મંજૂરી હતી પણ હવે સોશિયલ ડિસ્ટન્સની શરતે છૂટછાટ

શહેરના તમામ સુપર સ્ટોર્સ કડક નિયમોને આધારે શરૂ કરવાનો નિર્ણય મ્યુનિ.એ કર્યો છે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે આ સ્ટોર્સ ચાલુ થશે. રિલાયન્સ રિટેઇલ, ડીમાર્ટ, ઓશિયા, બિગબજાર સહિતના મોલને અગાઉ ફક્ત હોમ ડિલિવરીની છૂટ હતી. પરંતુ હવે  નિયમોને આધીન છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત મ્યુનિ.ની ટીમ દ્વારા આ સ્ટોરની સતત મુલાકાત લઇ તેઓ નિયમોનું પાલન કરે છે કે કેમ? તે તપાસ કરશે. જો ઉલંઘન કરે તો તેમની સામે સ્ટોર સીલ કરવા સહિતના પગલા લઇ શકાશે.
એક જ દિવસમાં સ્ટોરમાંથી 40 હજાર હોમડિલિવરી થઇ
મોટા સ્ટોર દ્વારા ગત 15મીથી 18મી દરમ્યાન કુલ 40 હજાર હોમ ડિલિવરી થઇ હતી. જોકે મંગળવારે આ સ્ટોરમાંથી 40 હજાર લોકોને હોમડિલિવરીથી માલ પહોંચાડવામાં આવ્યો હતો. તેમજ 5 હજાર લોકોએ સ્ટોરમાં જઇને ખરીદી કરી હતી.
સુપર સ્ટોર્સ માટે આ નિયમો ફરજિયાત

 • તમામ કર્મચારીને કેન્દ્ર-રાજ્યની આપેલી ગાઇડલાઇનની જાણ જરૂરી.
 • તમામ કર્મચારીનું પ્રવેશ પહેલાં ટેમ્પરેચર સ્ક્રીનિંગ કરવાનું રહેશે.
 • તમામ માટે માસ્ક, હેન્ડ ગ્લોઝ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત.
 • એક સાથે 5 થી વધારે ગ્રાહકો સ્ટોરમાં પ્રવેશ કરી શકશે નહીં
 • સ્ટોરમાં આવતા તમામનું ટેમ્પરેચર ગનથી સ્ક્રીનિંગ કરાવવું ફરજિયાત છે.
 • સ્ટોરમાં પ્રવેશનારના હાથ સેનિટાઇઝ કરવાના રહેશે.
 • વેઇટિંગ એરિયામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જવાબદારી સંચાલકોની રહેશે.
 • તમામ સ્ટોરમાં હોમડિલિવરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
 • કોરોનાના લક્ષણ જણાય તો એએમસીના હલ્થ વિભાગનો સંપર્ક કરવો.

શાકભાજીના ફેરિયાને  છૂટ આપવામાં આવી છે 
પશ્ચિમ અમદાવાદમાં દુકાનો ખૂલી ગયાના બીજા દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાએ લોકોડાઉનમાં અપાયેલી રાહતમાં શું ખુલશે અને શું બંધ રહેશે તેની ગાઇડલાઇન જાહેર કરી છે. મ્યુનિ.એ સ્પષ્ટતા કરી છે કે, શાકભાજીના ફેરિયાને જ વેપારની છૂટ આપવામાં આવી છે. મ્યુનિ.એ ઘણા ફેરિયાને હેલ્થકાર્ડ પણ ઈશ્યૂ કર્યા છે.
કોમ્પ્લેક્સમાં 50 ટકાથી વધુ દુકાન નહીં ખોલી શકાય
શહેરના જે શોપિંગ કોમ્પલેક્સમાં એકથી વધારે દુકાનો આવેલી છે અને આ દુકાનોને નંબર આપવામાં આવ્યા છે, ત્યાં એકી - બેકી મુજબ દુકાનો ખોલવાની રહેશે. કોઇપણ એક દિવસે 50 ટકાથી વધુ દુકાનો ખુલ્લી રાખી શકાશે નહી. જો કે કઇ દુકાન ખુલ્લી રહેશે કે કઇ દુકાન બંધ રહેશે તેનો નિર્ણય જે-તે બિલ્ડિંગના વેપારીઓએ કે બિલ્ડિંગના એસોસિએશનને કરવાનો રહેશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો