ભાસ્કર વિશેષ:આજથી સૂર્યનું તુલા રાશિમાં ભ્રમણ: મહિના સુધી તેજસ્વી ગ્રહ આર્થિક બળ ગુમાવશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તુલા રાશિનો સ્વામિ ગ્રહ શુક્ર હોવાથી આ પરિભ્રમણ નીચસ્થ ગણાય છે

ગ્રહમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ સૂર્ય રવિવારે તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. આ ભ્રમણ એક મહિના સુધીનું રહેશે. તુલા રાશિ શુક્રની હોવાથી સૂર્યનું આ ભ્રમણ નિચસ્થ ગણાય છે. જ્યોતિષ આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે આ ભ્રમણ ઉચ્ચ સત્તાધીશો, સરકારી અમલદારો, તેજસ્વી વિદ્યાર્થી માટે અશુભ બની રહેશે. કારણ કે તુલા રાશિમાં ભ્રમણ કરવાથી સૂર્ય આર્થિક રીતે બળ ગુમાવે છે, જેને કારણે આત્મવિશ્વાસમાં અભાવ, આયુ-આરોગ્યમાં હાનિ તેમજ માન-સન્માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે.

આ સમયમાં દરેક રાશિના જાતકોએ સૂર્યોપાસના કરવી વધારે હિતકારી બની રહેશે, તેમાં આદિત્ય હૃદય સ્તોત્રનું પઠન પણ લાભકારી બનશે. ઉપરાંત, વડીલ વર્ગે સૂર્ય મંત્રના જપ કરવા વધુ આયુ આરોગ્ય માટે લાભકારક બનશે.સૂર્યને કુંડળીમાં ગ્રહોના પિતા સમાન માનવામાં આવે છે ચંદ્ર મનનો કારક તો સૂર્યને પિતા કહેવાય છે.

કૌટુંબિક, સામાજિક અને વ્યાવહારિક મુશ્કેલી વધી શકે

મેષ : લગ્નજીવનમાં મત-મતાંતર, વાદ-વિવાદ થઈ શકે. ભાગીદારી વર્ગને લાભ મળવાની સંભાવના દેખાઇ રહી છે. વૃષભ : નોકરિયાત વર્ગને મનગમતી જગ્યાએ પ્રમોશન મળી શકે. આંખની પીડા સંભવ. શત્રુ પર વિજય નિશ્ચિત. મિથુન : વિદ્યાર્થી વર્ગને શુભ સમય. વડીલોથી ધનલાભ. થઈ શકે. નવા કરારો કરવાની શુભ તક મળવાની હોવાથી તક ઝડપી લેવી કર્ક : કર્મક્ષેત્રમાં સન્માન મળી શકે. હૃદયને લગતી તકલીફો વધી શકે. માતા સાથે બગડેલા સંબંધો સુધરે. સિંહ : મિત્રથી શુભ સમય. ભાગ્યોન્નતિ થવાની શુભ તક. નવા પાડોશી સાથે યાદગાર સંબંધો વધે. કન્યા : વાણીમાં ઉગ્રતા આવે. સરકારી નોટિસો મળી શકે. વાહન અકસ્માત થવાની સંભાવના. તુલા : માનસિક સ્થિતિમાં હકારાત્મક વધે. લગ્નજીવનમાં ઝઘડા વધે. પેટને લગતું ઓપરેશન આવવાની સંભાવના હોવાથી ધ્યાન રાખવું જરૂરી વૃશ્ચિક : સરકાર તરફથી બાકી લેણાંની નોટિસ મળે. નોકરિયાત વર્ગ માટે શુભ સમય. ધાર્મિક પ્રવાસ પર્યટન થવાની સંભાવના. ધન : વડીલોથી શુભ સમાચાર મળી શકે. શેરબજારમાં વધુ ધનપ્રાપ્તિ સંભવ. ધાર્મિક પ્રસંગો માટે ધનનો ઉપયોગ થવાની સંભાવના છે. મકર : પિતાની તબિયત બગડી શકે. માતા સાથે વાદવિવાદ કે મત-મતાંતર વધે. વિલ વારસાની વાતોમાં વિવાદ વકરવાની સંભાવના હોવાથી સાવચેતી રાખવી જરૂરી બને કુંભ : નાનો-મોટો પ્રવાસ થઈ શકે. નવા સાહસોમાં રોકાણો કરવાથી ધનલાભ થઈ શકે. વાહન અકસ્માતની સંભાવના હોવાથી વાહન સંભાળીને હંકારવું હિતાવહ છે. મીન : સત્તાધીશો કે વિશિષ્ટ મહાનુભાવોની તબિયતના પ્રશ્નો આવી શકે. અકસ્માત થવાની સંભાવના રહેલી હોવાથી ધ્યાન રાખવું

અન્ય સમાચારો પણ છે...