ગ્રહોની હિલચાલ:સૂર્યનું આજથી સિંહ રાશિમાં પરિભ્રમણ, મિથુન અને કુંભ રાશિ સિવાયના તમામ માટે શુભ અસરો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રહોનો રાજા ગણાતો સૂર્ય એક મહિના સુધી સિંહ રાશિમાં રહેશે
 • વૃષભ રાશિને​​​​​​​ શેરબજારમાં લાંબાગાળાનું રોકાણ લાભ આપી શકે

શુક્રવારથી સૂર્ય ગ્રહ કન્યા રાશિમાં સતત 1 માસ પરિભ્રમણ કરશે જેને કન્યા સંક્રાંતિ કહેવાશે. આ પરિભ્રમણને કારણે રાજકીય ઉથલ પાથલ સમેટાશે. નૈસર્ગિક કુંડળી પ્રમાણે આ પરિભ્રમણથી વાઇરસ જેવા ચેપી રોગોમાંથી રાહત મળશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર વ્યય સાથે સૂર્ય દષ્ટિ ગોચર કરતો હોવાથી આંખોને લગતા દર્દો વધી શકે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સાનુકૂળ બની રહેશે. શેરબજાર એકંદરે સારું રહેશે. સૂર્ય બુધની રાશિમાં ભ્રમણ કરવાથી વરસાદ વિરામ લેશે. લાંબા ગાળાના પડતર કોર્ટ-કચેરીના કેસોમાં નિકાલ આવી શકે આ માસમાં પશુ પંખીઓને ચણ નાખવાનું તેમજ ગરીબોને કોઈપણ રીતે મદદ કરવાનું શાસ્ત્રોમાં સમજાવાયું છે.

 • મેષ : ગુપ્ત શત્રુ પર વિજય.નોકરીમાં પ્રમોશન મળી શકે.હાડકાને લગતા દર્દોમાં સાચવવું.
 • વૃષભ : શેરબજારમાં લાંબાગાળાનું રોકાણ લાભ આપી શકે. અટકેલાં કાર્યો આકસ્મિક પૂરા થવાના સંયોગો બની શકે છે.
 • મિથુન : હૃદયને લગતી બીમારીથી સાવચેત રહેવું. નોકરી ધંધામાં શુભ સમાચાર મળી શકે.
 • કર્ક : ભાઈઓ સાથે બગડેલા સંબંધો સુધરશે.નાની મુસાફરી લાભ આપનાર રહેશે.
 • સિંહ : વાણીમાં ઉશ્કેરાટ આવે. અકસ્માતે પડવા વાગવાથી સાચવવું. નવા રોકાણો થઈ શકે.
 • કન્યા : લગ્નજીવનમાં મતમતાંતર વધે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે, સ્વાસ્થ્ય બગડ્યું હોય તો સારા સુધારાના સંયોગ.
 • તુલા : સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. વિદેશને લગતા કાર્યોમાં સફળતા મળે.
 • વૃશ્ચિક : જવાબદારીવાળા કાર્યોમાં આગળ વધી શકાય. ઋતુગત બીમારીથી સાચવવું. વડીલો તરફથી શુભ સમાચાર મળી શકે છે.
 • ધન : ધંધામાં બાકી રહેલી કે ફસાયેલી ઉઘરાણી આવવાના યોગ. માતા સાથે મતભેદ સંભવ.ઉન્નતિ અને પ્રગતિ આપનાર સમય.
 • મકર : ઉચ્ચ શિક્ષણમાં આગળ વધવા માટે શુભ તક.વિદેશને લગતા કાર્યોમાં પ્રગતિ જણાય.
 • કુંભ : વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી. આંખને લગતા રોગોમાં સાચવવું.
 • મીન : નવી ભાગીદારી થઈ શકે. જીવનસાથીની તબિયતની કાળજી રાખવી.
અન્ય સમાચારો પણ છે...