તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જાન્યુઆરીનો મહિનો આવતાની સાથે ટુર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સ પાસે સમર વેકેશનમાં વિદેશ ફરવા જવા બુકિંગ શરૂ થઈ જતા હોય છે. પણ, આ વખતે કોરોનાને કારણે બાળકોની પરિક્ષાની તારીખ નક્કી ન હોવાથી પર્યટકો ડોમેસ્ટિક ટ્રાવેલિંગ માટે ફક્ત ઈન્કવાયરી કરી રહ્યા છે. અત્યાર સુધી 30 ટકા જેટલા બુકિંગ થયા છે. ટુર ઓપરેર્સ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘કોરોનામાં ડોમેસ્ટિક ટ્રાવેલિંગ કરવું પસંદ થઇ રહ્યું છે. બુકિંગ નહીં ઈન્કવાયરી આવે છે. ગત વર્ષે 75 ટકા બુકિંગ થઈ ચૂક્યા હતા.’
પરીક્ષાની તારીખ નક્કી ન હોવાને કારણે ફરવા જવાશે કે નહીં તેમ વિચારી લોકો અસમંજસમાં છે
શહેરીજનો છેલ્લા કેટલાક સમયથી ઘરમાં રહ્યા છે જેથી ગરમીની રજાઓમાં સાૈથી વધુ ફરવા જવું પસંદ કરતા હોય છે. જ્યારે બીજી બાજુ કેસ ઓછા થતા લોકો ફરવા જવા માટે વિવિધ જગ્યાની માહિતી લઈ રહ્યા છે. પણ, બાળકોની પરિક્ષાની તારીખ નક્કી ન હોવાને કારણે ફરવા જવાશે કે નહિં તેને કારણે અસમંજસમાં પડી ગયા છે. - અનુજ પાઠક, ટેગ, સેક્રેટરી
બુકિંગ ઓછા થયાં છે પણ ઇન્ક્વાયરી સારી આવે છે
30 ટકા બુકિંગ થઈ ચૂક્યા છે, ડોમેસ્ટિક જગ્યા વધુ પસંદ સામાન્ય રીતે ગત વર્ષ દરમ્યાન આ વખતે બુકિંગ ઓછા છે પણ લોકો ઈન્કવાયરી ખૂબ આવી રહી છે. આ વખતે ડોમેસ્ટિક ટ્રાવેલ કરવું લોકો પસંદ કરી રહ્યા છે તેમાં પણ હિલ સ્ટેશન તેમજ નવી જગ્યાવધુ એક્સપ્લોર કરવા માંગે છે. તેનાં માટે ટુર ઓપરેટર દ્વારા એક ચાર્ટ પણ તૈયાર કરવામાં આવે છે. - દેર્વષ કોઠારી, એટલાન્ટા ટ્રાવેલ
પરીક્ષાની તારીખ નક્કી ન હોવાથી માઠી અસર પડી
આ વખતે પરિક્ષાની તારીખ નક્કી ન હોવાથી બુકિંગને ઘણી અસર પડી છે. ફેમિલીમાં ઉનાળાનું વેકેશન એન્જાેય કરવા ફ્રિક્વન્ટલી જતા લોકો સિમલા, મનાલી, કાશ્મિર, સિક્કિમ તેમજ દાર્જિલિંગ જવાનું પસંદ કરી રહ્યા છે. આ સિવાય બજેટમાં બુકિંગ થાય છે કારણ કે હોટલ અને રિસોર્ટ દ્વારા પણ સારી એવી ઓફર્સ લાવવામાં આવી છે. - આલાપ મોદી, અજય મોદી ટ્રાવેલ્સ
સાઉથમાં ગોકરના અને નોર્થમાં ઓલી ખાતે જવા લોકો ઇન્ક્વાઇરી કરી રહ્યાં છે
1) ગોકરના: આ જગ્યા ગોવાથી 2 ક્લાકનાં રન પર આવી છે. લોકો અહીં બિચ પર ટાઈમ સ્પેન્ડ કરવા જાય છે
2) હિમાચલ પ્રદેશમાં આવેલા ઓલી પ્લેસ પર બુકિંગ શરુ થયા છે. આઈસ સ્કિટ માટે ઈન્ડિયામાં 10મો સ્થાન મળે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.