• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Suicide Of A Young Woman Who Got Married For Love In Ahmedabad, Her Parents Got Divorced And Said, 'You Commit Suicide, Or We Will Find Our Way'

પ્રેમની આવી સજા?:અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનારી યુવતીનો આપઘાત, મા-બાપે ડિવોર્સ કરાવી કહ્યું, 'તું આપઘાત કરી લે, અથવા અમે અમારો રસ્તો કરી લઈશું'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • પૂર્વ પતિએ યુવતીના માતા-પિતા સામે આપઘાતના દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી
  • 19 વર્ષની યુવતીએ જુલાઈ 2021માં પ્રેમી સાથે ભાગીને લગ્ન કર્યા હતા

અમદાવાદના ચાંદખેડામાં રહેતી યુવતીએ અન્ય જ્ઞાતિમાં પ્રેમલગ્ન કર્યા હતા. જેથી માતા-પિતા તેને ઘરે પરત લાવી છૂટાછેડા કરાવી દીધા હતા. જો કે બાદમાં યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના પૂર્વ પતિએ યુવતીના માતા-પિતા અને તેના પરિવારજનો સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કર્યા છે કે યુવતીને તેના માતા-પિતા અને પરિવારજનો, 'તું તારો રસ્તો કરી લે અથવા અમે અમારો રસ્તો કરી લઈશું' એમ કહીને માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે આપઘાત કરી લીધો હતો. ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જુલાઈ મહિનામાં જ વાડજ ખાતે લગ્ન કર્યા હતા
ચાંદખેડામાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી 19 વર્ષીય કંચનબા વાઘેલા નામની યુવતીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેના પૂર્વ પતિએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ કૃણાલ સુથાર હાલ માણસા ખાતે રહે છે. પાંચ વર્ષ અગાઉ કૃણાલ કંચનબાની બાજુમાં રહેતો હતો. ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ અલગ જ્ઞાતિ હોવાથી ઘરવાળા માનશે નહિ અને ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંનેએ જુલાઈ 2021માં ભાગીને વાડજ ખાતે મેરેજ બ્યુરોમાં લગ્ન કર્યા હતા.

યુવક-યુવતીને શોધીને પરિવારજનોએ છૂટાછેડા કરાવી દીધા
બંને વડોદરાના પાદરામાં રહેતા હતા. ત્રણ દિવસમાં કંચનબાના પિતા ભરતસિંહ વાઘેલા અને પરિવારજનો આવી ધમકી આપી હતી કે, 'મારી દીકરી પરત આપી દો અમે તમને કઈ નહીં કરીએ, છૂટાછેડા આપી દઈશું' એમ કહીને ઘરે લઇ ગયા હતા. જ્યાં બાદમાં સરપંચ ગામડે આવીને છૂટાછેડાના કાગળોમાં સહી કરાવી દીધી હતી.

માતા-પિતા જ આપઘાત કરવા પ્રેશર કરતા
દસેક દિવસ પહેલા કંચને ફોન કરી કૃણાલ સાથે વાત કરી હતી કે, મારા માતા-પિતા ખૂબ જ પ્રેશર કરે છે અને કહે છે કે, તું આત્મહત્યા કરી લે, તું તારો રસ્તો કરી લે અથવા અમે અમારો રસ્તો કરી લઈએ. જે બાદ ફોન પર બુમોનો અવાજ સાંભળ્યો અને ફોન કટ થઈ ગયો હતો. આ બાદ તપાસ કરતાં કંચને આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થઈ હતી. હાલ ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.