દુખદ:પતિ-પુત્ર સાથે નાની-નાની વાતે ઝઘડો થતાં મહિલાનો આપઘાત

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જજીસ બંગલા રોડ પરના એપાર્ટમેન્ટના ધાબેથી ઝંપલાવ્યું
  • પતિ નિવૃત્ત હતા જ્યારે પુત્ર ઘરે રહીને ઓનલાઈન કામ કરતો હતો

મોર્નિંગ વોકમાં નીકળેલી 55 વર્ષની મહિલાએ જજીસ બંગલા રોડ ઉપર આવેલા શુભ શાંતિ એપાર્ટમેન્ટના ધાબા પરથી મોતની છલાંગ લગાવી લીધી હતી. પતિ નિવૃત્ત જીવન વિતાવતા હતા જ્યારે દીકરો પણ ઘરેથી ઓનલાઈન ફાઈનાન્સનું કામ કરતો હતો, જેથી સતત ઘરમાં જ રહેતા પતિ અને દીકરા સાથે નાની નાની બાબતે થતા કંકાસથી તંગ આવીને અદિતિબહેન રવિકુમાર તનેજાએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ. આદિતીબહેન પરિવાર સાથે શુભ શાંતિ એપાર્ટમેન્ટની સામે આવેલા ચંદ્ર સેન બંગલોઝમાં રહેતા હતા.
2 દુકાનનું ભાડું રૂ.90 હજાર આવતું હતું
રવિ કુમાર અગાઉ ખાનગી મોબાઈલ કંપનીનું કસ્ટમર કેર ચલાવતા હતા. જોકે તે બંધ થઇ જતા તેઓ નિવૃત્ત થઇ ગયા હતા. જ્યારે હાલમાં તેમને બે દુકાનોનું માસિક રૂ.80 થી 90 હજાર ભાડું આવતું હોવાથી આ પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ હતું.

અન્ય સમાચારો પણ છે...