રાજ્યમાં આત્મહત્યા:માનસિક સમસ્યાને કારણે 2 વર્ષમાં 298 વિદ્યાર્થી સહિત 15 હજાર લોકોનો આપઘાત, સૌથી વધુ 15થી 29 વર્ષના

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આત્મહત્યા કરનારામાં 15થી 29 વર્ષના યુવાનોનું પ્રમાણ સૌથી વધુ
  • રાજ્યમાં રોજ સરેરાશ 20 લોકો આત્મહત્યા કરે છે: સાઇકોલોજિસ્ટ

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં માનસિક સમસ્યાને લીધે 298 વિદ્યાર્થી સહિત 15 હજારથી વધુ લોકોએ આત્મહત્યા કરી છે, જ્યારે 6850 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું તાજેતરમાં વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા પ્રશ્નમાં સરકારે જણાવ્યું કે, બે વર્ષમાં રાજ્યમાં 298 વિદ્યાર્થી મળી 15 હજારથી વધુ લોકોએ આત્મહત્યા કરી છે, જેમાં 15થી 29 વર્ષના યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે. ઓક્ટોબરથી સપ્ટેમ્બર-2020 સુધીના આંકડા મુજબ, આત્મહત્યાના 7,502 બનાવોમાં 145 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

કન્સલ્ટન્ટ સાઇકોલોજિસ્ટ ડો.પ્રશાંત ભીમાણીના જણાવ્યાનુસાર, રાજ્યમાં રોજ સરેરાશ 20 લોકો આત્મહત્યા કરે છે. કોરોના બાદ માનસિક રોગોના દર્દીમાં વધારો થયો છે, પરંતુ ડિપ્રેશન, ચિંતા, સ્ટ્રેસથી પીડાતા લોકોને અવેરનેસ, સમયસર કાઉન્સેલિંગ કે સાઇકોથેરાપી બાદ જરૂર પડ્યે દવાથી અટકાવી આત્મહત્યા કરતો બચાવી શકાય છે.

માનસિક રોગોથી પીડાતા લોકો અવેરનેસના અભાવે એવું સમજે છે કે, સામાન્ય ચિંતા અને હતાશા તો સમય સાથે મટી જશે, પરંતુ લોકોએ સમજવાની જરૂર છે કે, જેમ શરીર માંદું પડે, તેમ મન પણ માંદું પડે છે. વિશ્વમાં ડિપ્રેશન-એન્ગઝાઇટીને કારણે દર વર્ષે વર્લ્ડ ઇકોનોમીને અંદાજે 71 લાખ કરોડથી વધુ નુકસાન થાય છે.

રાજ્યમાં કોરોના બાદ માનસિક રોગના દર્દીમાં 50 ટકાનો વધારો
કોરોનાકાળ બાદ ગુજરાતમાં માનસિક રોગોના દર્દીઓ 5 લાખથી વધીને 7.50 લાખ થતાં આવા દર્દીઓ 50 ટકા વધ્યા છે. આ રજિસ્ટર્ડ દર્દીઓ છે. મનોચિકિત્સકોના મતે, અવેરનેસને અભાવે અનેક દર્દી સારવાર કરાવતા હોતા નથી, જેમાં ડિપ્રેશન અને એન્ગઝાઇટીના જોવા મળે છે, આર્થિક ભીંસ અને વ્યસન
વધી જવું અને એકલાપણાને લીધે અસલામતીનો ભય રહેતો હોય છે.