આપઘાતનો પ્રયાસ:યુવાને વીડિયો ઉતારી બ્લેકમેલ કરતા વસ્ત્રાપુરના સ્પામાં નોકરી કરતી મહિલાનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફઈલ તસવીર - Divya Bhaskar
ફઈલ તસવીર

વસ્ત્રાપુરમાં આવેલા એક સ્પામાં નોકરી કરતી મહિલાને ગેસ્ટહાઉસમાં લઈ જઈ શરીર સુખ માણનાર યુવાને તે બંનેની અંગત પળનો વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ તે વીડિયો વહેતો કરવાની ધમકી આપી બ્લેકમેલ કરીને શરીર સુખ માણતો હતો અને પૈસા પણ પડાવતો હતો. જો કે યુવાન રૂ.5.50 લાખની માગ કરી હેરાન કરતો હોવાથી મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ગોમતીપુરમાં રહેતો નાસીર હુસેન સલીમ મહંમદ ઘાંચી ઉર્ફે સમીર પ્રજાપતિ (ઉં.27) અવારનવાર વસ્ત્રાપુરમાં આવેલા એક સ્પામાં જતો હતો, ત્યાં તેની મુલાકાત 37 વર્ષની મહિલા સાથે થઇ હતી. નાસીર હુસેન તે મહિલાને અવારનવાર નજીકમાં આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો અને શરીર સુખ માણતો હતો.

દરમિયાનમાં નાસીરે તે બંનેના અંગત પળના ફોટો-વીડિયો ઉતારી લીધા હતા. તેના આધારે નાસીર યુવતીને બ્લેકમેલ કરીને શરીર સુખ માણતો હતો. તેમ જ તેની પાસેથી પૈસા પડાવતો હતો. નાસીરે આ મહિલા પાસે રૂ.5.50 લાખની માગ કરી હતી અને પૈસા માટે હેરાન-પરેશાન કરતો હતો, જેથી કંટાળીને મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે મહિલાએ પરિવારના સભ્યો તેમ જ પોલીસને વાત કરી હતી, જેના આધારે વસ્ત્રાપુર પોલીસે નાસીર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...