પ્રેમ સંબંધનો કરૂણ અંત:વાસણામાં પરિણીતાની પ્રેમી સાથે ફાંસો ખાઈ આત્મહત્યા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક કુટુંબના હોવાથી પ્રેમસંબંધનું અસ્તિત્વ ન હતું

વાસણા જય અંબેનગરમાં રહેતી પરિણીતાએ ઘરમાં પ્રેમી સાથે આત્મહત્યા કરી હતી.

પોલીસ તપાસ મુજબ મૂળ અરવલ્લીના મેઘરજ ગામના મોટી પડુલીના વતની રાજુભાઈ યાદવ પત્ની લક્ષ્મીબેન(ઉં.28) સાથે વાસણા જયઅંબેનગર ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા. જોકે લક્ષ્મીબેનને તેમના જ સમાજના કમલેશ યાદવ(ઉં.23) સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ બંને એક જ કુટુંબના હોવાથી તેમના પ્રેમ સંબંધનું અસ્તિત્વ લાંબુ ચાલી શકે તેમ ન હતું. જેથી લક્ષ્મીબેન અને કમલેશભાઈએ ઘરમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. વાસણા પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી બંનેના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...