સ્ટેન્ડિંગ કમિટીમાં વેધક પ્રશ્નો:મ્યુનિસિપાલિટીને લાકડાના ભાવમાં વધારો અને ટેન્ડર ગુજરાતીમાં બહાર પાડવા સૂચન

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્ટેન્ડિંગમાં 86 કરોડના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યો દ્વારા કેટલાક વેધક પ્રશ્નો તંત્ર સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં ગાર્ડન વિભાગ દ્વારા જે ઝાડ કાપવામાં આવે અથવા પડી જાય તેના લાકડાના વેચાણ માટે 2014માં કરાયેલા ભાવ નિર્ધારણને ધ્યાને લેવામાં આવે છે. ત્યારે હવે નવો ભાવ નક્કી થવો જોઇએ. જેથી મ્યુનિ.ની આવક વધે તેમજ લાકડાના ભાવમાં તે બાદ ઘણો વધારો થયો છે.

આ ઉપરાંત એક સભ્ય દ્વારા રોડના કામ માટે 4 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવાની બાબત પર પણ ધ્યાન દોર્યું હતું. અને કહ્યું કે આવી રીતે કોઇ કામ માટે વારંવાર ટેન્ડર પાડવાની પ્રક્રિયાથી મુક્તિની દિશામાં પણ ધ્યાન આપવું જોઇએ. તે ઉપરાંત તમામ ટેન્ડર હવે માત્ર અંગ્રેજીમાં જ નહી પણ ગુજરાતીમાં પણ બહાર પાડવા માટે સૂચન કરવામાં આવ્યું છે. શહેરમાં 86.75 કરોડના વિવિધ વિકાસના કામોને મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર લગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...