• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Suggestion For Resumption Of Nuclear Power In The State, Dr. Nilam's Request To Save Wasted Water By Interlinking Rivers And Use It In Agriculture

આદેશ:રાજ્યમાં પરમાણુ ઊર્જા ફરી શરૂ કરવા સૂચન, નદીઓને ઇન્ટરલિંક કરી વેડફાતું પાણી બચાવી કૃષિ ક્ષેત્રે વાપરવા ડો.નિલમનો અનુરોધ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાણી, વીજળી અને પર્યાવરણ સંવર્ધનથી ભારત સામાજિક તેમજ આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર બનશે. હાલમાં સોલાર ઊર્જા, કોલસા કે તેલથી મળતી વીજળીની માગમાં વધારો કરી શકાય તેમ ન હોવાથી હવે પરમાણુ ઊર્જાનો વિકલ્પ આપતા રાજસ્થાનના ડો. નિલમ ગોયલે જણાવ્યું કે, રાજસ્થાન અને ગુજરાતમાં બંધ રહેલા પરમાણુુ ઊર્જા સ્ત્રોતને ફરીથી શરૂ કરવાની જરૂર છે, જેના માટે તેઓ ગુજરાતમાં ફરીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ શરૂ કર્યું છે.

તેમણે જણાવ્યું કે, ભારતમાં પ્રતિ વ્યક્તિ દીઠ વર્ષ દરમિયાન અંદાજીત 5 હજાર યુનિટ વીજળીનું ઉત્પાદન થવું જોઇએ, જેમાં સૂર્ય ઉર્જાથી 1000 યુનિટ, કોલસાથી 250 યુનિટ, પવન-પાણીથી 250 યુનિટ મળી શકે છે. દેશમાં 1 હજાર યુનિટ પ્રતિ વ્યક્તિ માટે 10 લાખ મેગાવોટ સોલાર પ્લાન્ટ સ્થાપવા પડે અને તેના માટે 5થી 6 લાખ વર્ગ કિમી જમીનની જરૂર પડે. ભારતમાં સૌર ઉર્જા, કોલસા, પાણી, પવનથી વધુમાં વધુ 1750થી વધારે વીજળી ઉત્પાદન તો કયારે ન કરી શકાય, જેથી પરમાણુ ઊર્જા એક સુરક્ષિત વિકલ્પ છે, જે સદીઓ સુધી વીજળીની જરૂરિયાતને નિરંતર પૂર્ણ કરી શકે છે. તેમણે નદીઓને ઇન્ટરલિંક કરી સમુદ્રમાં વહી જતાં પાણીને અટકાવી તેને બચાવીને ઉપયોગમાં લેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...