તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિમેન ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાઈફ સ્કીલ કાઉન્સિલનું ઓનલાઈન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ લોન્ચમાં આવેલા સ્પીકરે જણાવ્યું હતું કે,‘આવતી કાલની શરૂઆત કરવા માટેની શ્રેષ્ઠ તક આજે હોય છે. જીવનમાં અલગ અલગ પડકારો આવ્યા કરે છે. શિક્ષણ વ્યવસ્થા આપણને વિવિધ ડિગ્રીઓ આપીને વ્યવસાયિક જીવન માટે તૈયાર તો કરે છે ,પરંતુ જીવનના પડકારોને સફળતાથી પાર પાડે તેનાથી અનુભવી શિક્ષક કોઈ નથી. અહીં લાઈફ સ્કીલ મહત્વનો ભાગ ભજવે છે.
આ લોન્ચમાં ગુજરાત પ્રેસિડન્ટ ડૉ. ગિતીકા સલુજા અને વાઈસ પ્રેસિડન્ટ ભારતી નાઈક દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ લોન્ચમાં WICCIનાં ફાઉન્ડર ડો.હરબીન અરોરા , નેશનલ પ્રેસિડન્ટ ડો. કુલજીત ઉપ્પલ સાથે અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશે વાત કરતા ડો.ગીતિકા સલુજા એ જણાવ્યું કેસ,‘આ કાઉન્સિલનો મુખ્ય હેતુ મજબૂત અને સમૃદ્ધ સંસ્થાની રચના કરવાનો છે. યુવા વર્ગને મોટિવેટ કરી શકાય છે. જેનાથી યુવાનોને જીવનની અલગ-અલગ તકો અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા મળે છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.