ધોરણ 12 સાયન્સ સ્ટુડન્ટ ધાર્મિક કંસારાએ પિતાની ગેરહાજરીમાં મમ્મીના સપોર્ટ સાથે 99.65 પર્સન્ટાઈલ મેળવ્યા. તો રેમિન ડોબરિયાએ 99.49 પર્સન્ટાઈલ મેળવતાં હવે ભણીને પપ્પાને લેબર વર્કમાંથી મુક્ત કરવાનું નક્કી કર્યું. તો ખુશી આચાર્યએ ટ્યૂશન વિના જ સાયન્સમાં સક્સેસ મેળવીને પેરેન્ટસની 3 લાખની ફી બચાવી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું 72.02 ટકા રિઝલ્ટ જાહેર થયું છે. શહેરનાં એવા સ્ટુડન્ટસ કે જેમણે એક્ઝામમાં સફળતા મેળવી તેમણે સિટી ભાસ્કર સાથે વાત કરી.
એન્જિનિયર બનાવાનુ સપનુ પૂરું કરીશ
મને ગર્વ છે જે મારી મમ્મીએ મા અને બાપ બંનેની જવાબદારી અદા કરી છે. રાયપુરમાં ભાડાના મકાનમાં રહીને દિવસ રાત જોયા વિના તૈયારી કરતો. મા પણ મને એન્જિનિયર બનતો જોવા માગે છે. હું તેનું આ સપનું ચોક્કસ પૂર્ણ કરીશ.> ધાર્મિક કંસારા,99.65 પર્સેન્ટાઇલ,ગુજકેટમાં 96.50
પિતાને દોરાની ડિલિવરી નહી કરવા દઉં
હું રોજ 6થી 7 કલાકનું રીડિંગ કરતો આ સમયમાં મેં મારા પિતાને દોરાની ડિલિવરીનું હાર્ડવર્ક કરતા જોયા છે. હું ભણીને તેમને આ કામમાંથી મુક્તિ અપાવીશ. હું માનું છું કે સંતાનની ફરજ છે કે તે તેના પિતા કે જેમણે ભણાવ્યા છે તેમના સપનાંને પૂર્ણ કરે. > રેમીન ડોબરિયા,99.49 પર્સેન્ટાઇલ
મેં પેરેન્ટસની ટ્યૂશન ફી બચાવી છે
જો સ્કૂલમાં જ સિરિયસનેસ સાથે સ્ટડી કરીએ તો ટ્યૂશનની કોઈ જરૂર નથી. મેં 11 અને 12માં થઈને ટ્યૂશન વિના જ પેરેન્ટસના 3 લાખ કરતાં વધારે રૂપિયા બચાવ્યા છે. સાયન્સ સ્ટડીની સાથે હું મારી આગામી બુક લોન્ચિંગ માટે રાઈટિંગનું પણ કામ કરતી હતી. > ખુશી આચાર્ય, 86.3 પર્સેન્ટાઈલ
6 કલાક સ્ટડી 1 કલાક ચેસની ગેમ
6 કલાકનાં રેગ્યુલર સ્ટડીની સાથે હું રોજ 1 કલાક ચેસ પણ રમતો હતો. આ રીતે સ્ટડી સ્ટ્રેસ દૂર કરતો હતો. મારું ડ્રિમ આ રીતે સ્ટડીને એન્જોય કરતાં ડોક્ટર બનવાનું છે. હું સ્ટુડન્ટસને પણ કહીશ કે એક્ઝામનો ડર રાખ્યા વિના પ્રિપરેશન પર ફોકસ કરે તો સફળ થવાય. > વ્રજ કાયસ્થ,97.05 પર્સેન્ટાઈલ,ગુજકેટમાં 80 ટકા
હું ITમાં આગળ વધીશ, હાર્ડવર્કનો કોઈ ઓપ્શન નથી
હાર્ડવર્કનો કોઈ ઓપ્શન નથી. મેં પ્રેક્ટિસથી મેથ્સમાં 99, કેમેસ્ટ્રીમાં 96 અને ફિઝિક્સમાં 87 માર્કસ મેળવ્યા છે. હું પ્લાનિંગ સાથે રોજ 6-7 કલાક વાંચતો હતો. હવે સારી કોલેજમાં એડમિશન મેળવીને મારે આઇટી ફિલ્ડમાં આગળ વધવું છે. > જૈનમ પટેલ,99.56 પર્સેન્ટાઈલ,ગુજકેટમાં 99.99 પર્સેન્ટાઈલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.