સુનાવણી 9 સપ્ટેમ્બરે કેસની સુનાવણી:મૃતક પિતાની વારસાઈ માટે જૈવિક સંતાનોના DNA કરાવવા રજૂઆત, કોર્ટે કહ્યું, આવો કોઈ ચુકાદો હોય તો રજૂ કરો

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: વિજય ઝાલા
  • કૉપી લિંક
  • 9 મહિના પહેલાં બાયોલોજિકલ પિતાનું અવસાન થતાં ડીએનએ ટેસ્ટ થઈ શક્યો નહોતો

વેપારીના અવસાન બાદ તેની બીજી પત્નીનો પુત્ર વારસદાર તરીકેનો હક મેળવવા માટે 8 વર્ષથી કાનૂની લડત લડી રહ્યો છે. જો કે, 9 મહિના પહેલા મૃત્યુ પામેલા વેપારીનો ડીએનએ ટેસ્ટ થઈ શક્યો ન હતો. જેથી જૈવિક સંતાનોનું ડીએનએ કરવા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. જેમાં કોર્ટે કહ્યું, આવો કોઈ ચુકાદો હોય તો રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી 9 સપ્ટેમ્બરે રાખી છે.

1979માં તેના પિતાનું અવસાન થયું હતું
પૂર્વ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય પરિણીત યુવકે ફેમિલી કોર્ટમાં એડવોકેટ એ.એન. વિંઝોડા દ્વારા મૃત બાયોલોજિકલ પિતાની મિલકતમાં વારસાઈ હક મેળવવા માટે અરજી કરી છે. જેમાં જણાવ્યું હતું કે, 1979માં તેના પિતાનું અવસાન થયું હતું. પિતાન અવસાન બાદ માતાએ પિતા જે ફેક્ટરીમાં નોકરી કરતા હતા ત્યાં જ નોકરી શરૂ કરી હતી અને માલિક સાથે લગ્ન કરી લીધા હતા. જેના થકી વર્ષ 1981માં બાળકનો જન્મ થયો હતો. અને બાળક અને તેની બે મોટી બેનની તમામ જવાબદારી બાયોલોજિકલ પિતા ઉપાડતા હતાં. અને સમાજમાં બધાને ખબર હતી.

પિતા અને તેમના ઘરના સભ્યોએ વિરોધ કર્યો
બાયોલોજિકલ પિતાએ બાળક પુખ્ત વયનો થતાં લગ્ન પણ કરાવ્યા હતાં. ત્યારબાદ તેણે વારસાઇ હક્ક માગ્યો ત્યારે બાયોલોજિક પિતા અને તેમના ઘરના સભ્યોએ વિરોધ કર્યો હતો.આથી યુવકે વિવિધ જગ્યાએ ફરિયાદ કરી હતી. વર્ષ 2014થી તે પોતાનો હક્ક મેળવવા માટે પોલીસ સ્ટેશન અને કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં.

HCએ 1 લાખ ભરી DNA કરવા સૂચવ્યું, સુપ્રીમમાં કેસ પેન્ડિંગ
2019માં ફેેમિલી કોર્ટમાં યુવકે બાયોલોજિક પિતાના ડીએનએ ટેસ્ટ કરાવવા માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે બાયોલોજિકલ પિતા-પુત્રના ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ કર્યો હતો. જેની સામે બાયોલોજિકલ પિતાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે પણ બાયોલોજિકલ પુત્રને ડીએનએ ટેસ્ટ માટે 1 લાખ ભરવાનું કહેવાનો નિર્દેશ કર્યો હતો. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી. જે અપીલ હાલમાં પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...