રેમડેસિવિરના વિતરણનો વિવાદ:સી.આર પાટીલ સામેની અરજી રદ કરવા હાઇકોર્ટમાં રજૂઆત, વકીલે કહ્યું, 'રાજકીય કિન્નાખોરી માટે આ અરજી કરી હતી'

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • કોરોનાની બીજી લહેરમાં સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરાતા પાટીલ સામે PIL કરાઈ હતી

કોરોનાની બીજી લહેરમાં સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સંસદ સભ્ય અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વતી હાજર થયેલા સિનિયર એડવોકેટે મહત્વપૂર્ણ રજૂઆત કરી કે, 'આવનારા દિવસોમાં આ અરજીનો દુરુપયોગ થઈ શકે છે. આ જાહેરહીતની અરજી નથી પરંતુ આ PIL, પોલિટિકલ ઇન્ટરેસ્ટ લિટીગેશન છે. જેથી તે ટકવા પાત્ર નથી, રાજકીય કિન્નાખોરી માટે આ અરજી કરવામાં આવી હતી.'

સુરત ભાજપ કાર્યાલયથી રેમડેસિવિરના વિતરણ બદલ કાર્યવાહીની માંગ સાથે થયેલી અરજી અંગે હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી. જેમાં મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે કહ્યું કે, રેમડેસિવિર ઇન્જેક્શનના કુલ ઉત્પાદનમાં 60-40% નો રેશિયો હતો. જેમાં 60% હોસ્પિટલ જ્યારે 40% ખાનગી વિતરણ માટેની જોગવાઈ હતી'. સી.આર પાટીલ વતી રજુઆત કરાઈ કે, 'કોર્ટમાં જાહેર હિતની અરજી તરીકે ટકવાપાત્ર કેસ નથી, છતાંય હજુ કેસ પડતર છે. આવનારા દિવસોમાં આ પિટિશનને પોલિટિકલ માઇલેજ લેવાનો પ્રયાસ આવશે'. જેને લઈ કોર્ટે ટકોર કરી કે, 'તમે શા માટે સામા પક્ષને આ પ્રકારનાં વિચાર માટે સામેથી તક આપો છો? તમારી સામે કોઈ વિપરીત હુકમ તો છે નહીં, અત્યાર સુધી કાંઈ નહોતું થયું, તો હવે શું?

સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ તરફથી નિવેદન કરવામાં આવ્યું છે કે, 'જે ઇન્જેક્શન બજારમાં ઉપલબ્ધ હતા એ ઇન્જેક્શનને દાતાઓ તરફથી ચેકથી ડિસ્ટ્રીબ્યુટરને પેમેન્ટ કરીને લેવાયા હતા અને ડોકટર્સની હાજરીમાં પ્રિસ્ક્રિપ્શનના અધારે આપવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી કે સી.આર. પાટીલે ઇન્જેક્શન ખરીદ્યા હોય કે તેનું વિતરણ કર્યું હોય તેવું આ કેસની તપાસમાં ક્યાંય ફળીભૂત થતું નથી'

ચીફ જસ્ટિસે કહ્યું 9 હજાર અરજી પડતર
આજની તારીખમાં 9 હજાર અરજી પેન્ડિંગ છે, 40 ટકાનો હવે હેતુ રહ્યો નથી. છતાં સાંભળ્યા વગર ડિસમિસ ના કરી શકાય. પાટીલ સામે અરજી બે વર્ષથી થઇ છે, છતાં તેમની સામે કોઇ અનિચ્છનીય પગલાં લેવાયાં નથી તો હવે શું પગલાં લેવાય?

અન્ય સમાચારો પણ છે...