તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શાહપુરમાં પથ્થરમારાની ઘટનામાં પોલીસ સામે પગલાં લેવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી લોકડાઉનમાં ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદના શાહપુરમાં લઘુમતી કોમના લોકો પર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની રજૂઆત કરી જવાબદાર લોકો સામે પગલાં લેવાની માગણી કરી છે. પત્રમાં જણાવ્યાનુસાર, લોકડાઉનમાં શ્રમિક વર્ગના દલિત તેમ જ લઘુમતી કોમના લોકો પર કારણ વગર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તાજેતરમાં શાહપુરમાં બનેલી ઘટનામાં પોલીસે લોકોને નિર્દયતાથી મારી ખોટા કેસ કરી જેલમાં ધકેલી દીધા છે. શાહપુરની મૂળ ઘટનામાં દૂધ વેચી રહેલી એક વૃદ્ધ મહિલા સાથે પોલીસે અસભ્ય વર્તન કરી તેને માર મારતા સ્થાનિક લોકો આ મહિલાની મદદ માટે આવ્યા હતા, જેને લઈ પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો