તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમિત ચાવડાને રજૂઆત:મહિલાને AMCના વિપક્ષી નેતા બનાવવા 6 મહિલા કોર્પોરેટરની કોંગ્રેસને રજૂઆત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને તમામની રજૂઆત
  • મહિલાને નેતા ન બનાવવા સોશિયલ મીડિયામાં ચાલેલી ઝુંબેશનો વિરોધ

મ્યુનિ. વિપક્ષના નેતા પદનો વિવાદ સતત વધુને વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. શુક્રવારે પણ કોંગ્રેસના 6 મહિલા કોર્પોરેટરે મહિલાને મ્યુનિ. વિપક્ષી નેતા નહીં બનાવવા સોશિયલ મીડિયામાં ચાલેલી ઝુંબેશનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળી દાણીલીમડામાં ચગેલા વિવાદનો ઉલ્લેખ કરી મહિલાને જ આ પદ આપવા રજૂઆત કરી હતી.

મ્યુનિ. વિપક્ષના નેતા પદનો વિવાદ સતત વધુને વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. આજે શુક્રવારે પણ કોંગ્રેસ 6 મહિલા સભ્યોએ દાણીલીમડા વિસ્તારમાં ચાલેલા વિવાદને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની મુલાકાત લીધી હતી. તેમજ આગામી વિપક્ષ પ્રમુખ પદ મહિલાને જ આપવા માટે માગ કરી હતી.

દાણીલીમડા વોર્ડમાં કોગ્રેસના મહિલા સભ્ય કમળાબેનની વિપક્ષ નેતા પદની દાવેદારીને લઇને સોશિયલ મીડિયામાં ચાલેલા ભારે ધમાસાણ વિવાદની ચિનગારી આજે કોંગ્રેસ મોવડીમંડળ સુધી પહોંચી હતી. જેમાં 6 જેટલા મહિલા કાઉન્સિલર રાજશ્રીબેન કેસરી, કમળાબેન ચાવડા, જમનાબેન, કામિનીબેન, માધુરીબેન કલાપી અને સમીરાબેન શેખે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મળીને રજૂઆત કરી હતી. જેમાં મહિલા તરીકે કમળાબેન સામે ચાલેલા સોશિયલ મીડિયા જંગ બાબતે વિરોધ દર્શાવ્યો હતો. તેમજ એક મહિલા સાથે આવો વ્યવહાર ન થવો જોઇએ તેવી સ્પષ્ટ રજૂઆત કરી હતી.

બીજી તરફ મહિલાઓએ આગામી મ્યુનિ. વિપક્ષ નેતા પદ પણ મહિલાને જ સોંપવું જોઇએ તેવી રજૂઆત કરી હતી. હાલ મ્યુનિ. વિપક્ષ નેતાપદને લઇને જે વિવાદ ચાલી રહ્યો છે. તેને ઠારવા માટે પણ વિપક્ષ નેતાપદ મહિલાને જ મળવું જોઇએ તેવી તમામ મહિલાઓએ રજૂઆત કરી હતી.

વિપક્ષી નેતાપદ માટે દાવેદારોમાં ભારે વિવાદ
મ્યુનિ. વિપક્ષી નેતાપદ માટે ચાલેલા વિવાદમાં હાલ મુખ્યત્વે જે દાવેદારો ગણાય છે તેમાં રાજશ્રીબેન કેસરી, સન્નીબાબા, ઇકબાલ શેખ, કમળાબેન ચાવડા, ઇકબાલ શેખ અને નિરવ બક્ષીનો સમાવેશ થાય છે. નોંધનીય છેકે, તમામ ઉમેદવારો પોતાનો દાવો મજબૂત બનાવી રહ્યા છે. અલગ અલગ તબક્કે ઉચ્ચકક્ષાએ પણ પોેતાનો દાવો રજુ કરી ચૂક્યા છે. નોધનીય છેકે, જોકે હજુ પણ વિપક્ષી નેતા પદનો વિવાદ સતત ચાલુ રહ્યો છે. એક તબક્કે દલિત વર્ગનો ઉમેદવાર, લઘુમતી વર્ગનો ઉમેદવારને ચાન્સ આપવા માટે માગ ઉઠી હતી. તેની સામે હવે મહિલાઓએ નવો મોરચો માંડી આ પદ માટે મહિલાઓને જ દાવેદાર માનવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...