તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Submission For Verification Of Documents In RTE Admission; Many Parents Claim To Have Obtained Admission On The Basis Of False Documents

વાલી મંડળનો આક્ષેપ:RTE પ્રવેશમાં દસ્તાવેજોનું વેરિફિકેશન કરવા રજૂઆત; ઘણા વાલીઓએ ખોટા દસ્તાવેજોને આધારે એડમિશન મેળવ્યાનો દાવો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના વાલી મંડળે આક્ષેપ કર્યો છે કે પહેલા રાઉન્ડમાં સ્કૂલોને ફાળવેલા આરટીઈનાં તમામ બાળકોનાં દસ્તાવેજોનું વેરિફિકેશન થવું જોઈએ, કારણ કે ખોટા દસ્તાવેજોને આધારે ગરીબ બાળકોના સ્થાને પૈસાદાર વાલીઓએ તેમનાં બાળકોનાં એડમિશન મે‌ળવ્યાં છે.

કોરોનાને કારણે આ વર્ષે વાલીઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યોગ્ય અને જરૂરિયાતમંદ વાલીના બાળકોને જ એડમિશન મળે તે માટે વાલી મંડળે ખાસ વેરિફિકેશન કરવાની માગ કરી છે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસ અને સ્કૂલ પોતાની કક્ષાએથી પણ વેરિફિકેશન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની અરજી કરી છે. આરટીઈમાં ખોટા દસ્તાવેજો રજૂ કરનારા વાલી સામે પગલાં લેવાની હિમાયત હોવા છતાં પણ સ્કૂલ વાલી સામે કોઈ પગલાં લેતી નથી, કારણ કે સ્કૂલ સંચાલકો વાલી સાથે સંઘર્ષમાં ઊતરવા માગતા નથી.

સ્કૂલોએ 90 વાલીઓની અરજી નામંજૂર કરી
અમદાવાદમાં આરટીઈના પહેલા રાઉન્ડમાં કુલ 11,150 વિદ્યાર્થીની ફાળવણી કરાઈ હતી, જેમાં વાલીઓએ ઓનલાઇન ભરેલા ફોર્મનું વેરિફિકેશન સ્કૂલમાં કરાવવાનું હતું, જેમાંથી સ્કૂલોએ દસ્તાવેજોની વિસંગતતાને કારણે 90 વાલીનાં ફોર્મ રિજેક્ટ કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...