AMCમાં મોટા પાયે બદલીના સંકેત:3 વર્ષથી સમયથી એક જ પોસ્ટ અને વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓની બદલી કરવા રજૂઆત

અમદાવાદએક મહિનો પહેલા
AMCની કચેરીની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMCની કચેરીની ફાઈલ તસવીર
  • આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના સત્તાધીશોએ મ્યુનિ. કમિશનરને બદલીઓ કરવા રજૂઆત કરી
  • આગામી દિવસોમાં કોર્પોરેશનમાં આવા અધિકારીઓ અને કર્મચારીઓની મોટાપાયે બદલીઓ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતાં કર્મચારીઓની આગામી દિવસોમાં મોટા પાયે બદલી થાય તેવી શક્યતા છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી એક જ વિભાગમાં એક જ પોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે જે અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા કેટલાક વર્ષથી એક જ વિભાગમાં અને એક જ પોસ્ટ તેમજ એક જ વોર્ડમાં ફરજ બજાવે છે, તેઓની બદલી કરવામાં આવે. આ રજૂઆત બાદ આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનેક વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ કરે તેવી શક્યતા હાલમાં જણાય છે.

મ્યુનિ. કમિશરને અધિકારીઓની બદલી કરવા રજૂઆત
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 1000 દિવસથી વધુ તેઓ એક જ વિભાગમાં અને એક જ પોસ્ટ પર હોય તેમજ એક જ ઝોન કે વોર્ડમાં હોય ફરજ બજાવી ચૂક્યા હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. બદલી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરના હાથમાં હોવાથી તેઓને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આવા અધિકારીઓ બદલીઓ થઈ શકે છે.

અગાઉ મુકેશકુમારને રજૂઆત કરી હતી
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા આવ્યા બાદ નવી ચૂંટાયેલી પાંખ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર હતા. ત્યારે કોર્પોરેશનમાં ત્રણ વર્ષથી એક જ પોસ્ટ પર અને વિભાગમાં ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે મુકેશકુમાર દ્વારા ભાજપના સત્તાધીશોની રજૂઆતને ધ્યાનમાં લેવાઈ ન હતી અને તેઓ દ્વારા આવા અધિકારીઓની બદલી કરવામાં આવી ન હતી. જોકે હવે મ્યુનિસિપલ કમિશનર તરીકે લોચન સહેરાને મૂકવામાં આવ્યા છે.

મોટા પાયે AMCમાં અધિકારીઓની બદલી થશે
વહીવટી પાંખ તરીકે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા અને ચૂંટાયેલી પાંખ તરીકે ભાજપના સત્તાધીશો વચ્ચે સંકલન ખૂબ જ સારું છે. ત્યારે હવે આગામી દિવસોમાં કહી શકાય કે ચોક્કસથી આવા અધિકારીઓ જેવો વર્ષોથી એક જ પોસ્ટ પર બેસી અને પોતાની કામગીરી કરે છે. સાથે સાથે પોતાના ફાયદા પણ જુએ છે તેઓની અન્ય વિભાગમાં બદલી થશે અને નવા અધિકારીઓ અને કર્મચારીઓને તે કામગીરીનો અનુભવ પણ થશે.

અન્ય સમાચારો પણ છે...