• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Submission For Early Hearing On Public Interest Litigation Regarding Gandhi Ashram Redevelopment, Proceedings On PIL To Be Held On 25th December

રજૂઆત:ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ બાબતે થયેલ જાહેર હિતની અરજી અંગે વહેલી સુનાવણી કરવા રજૂઆત, 25 ડિસેમ્બરે હાથ ધરાશે PIL અંગે કાર્યવાહી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1200 કરોડના ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચર્ચાનો વિષય રહ્યો છે

અમદાવાદના સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી આ અંગે આગામી 25મી ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ રીડેવલપમેન્ટ મામલે કરેલ અરજીને લઈને એડવોકેટ ભૂષણ ઓઝાએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ અરજીને કોર્ટ વહેલી તકે લાવવા કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી.

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જાહેર હિતની અરજીમાં રજૂઆત છે કે મહાત્મા ગાંધીના કોઇપણ આશ્રમ સરકારના નિયંત્રણ હેઠળ ન હોઈ શકે. આઝાદીની ચળવળ સાથે જોડાયેલા સ્મારકને વ્યવસાયિક પ્રવાસન સ્થાનમાં ન ફેરવી શકાય. સાથે જ આ આ રીડેવલપમેન્ટ ગાંધીજીની ઈચ્છા અને વિચારોની વિરુદ્ધ ગણી શકાય જેથી જેના પર રોક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અંદાજીત 1200 કરોડના ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચર્ચાનો વિષય રહ્યો છે. રીડેવલપમેન્ટ ગાંધી આશ્રમની જગ્યાએ અદ્યતન વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ ડેવલપ કરવાની યોજના છે. માત્ર ગુજરાત કે ભારત પરંતુ વિશ્વના અલગ-અલગ દેશમાંથી આવતા પ્રવાસીઓ પણ ગાંધી આશ્રમની અચૂક મુલાકાત લે છે. ન માત્ર સામાન્ય લોકો, પરંતુ જ્યારે જ્યારે વિદેશ માંથી જે તે દેશના અગ્રણીઓ અને નેતાઓ આવે છે ત્યારે ગાંધી આશ્રમની અચૂક મુલાકાત લેતા હોય છે. અગાઉ આશ્રમવાસીઓએ પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ ગાંધી સમર્થક ચળવળકારોએ પણ રીડેવલપમેન્ટ સામે વિરોધ નોંધાવતા અમદાવાદ સહિત રાજ્યમાં અલગ અલગ સ્થાનો પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...