તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહન ચેકિંગ:સુભાષબ્રિજ RTO સ્ટાફે એક જ રાતમાં 22 કેસ કર્યા, છેલ્લા એક મહિનામાં 700 કેસ કરાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈષ્ણોદેવી મંદિર અને ભાટ સર્કલ ખાતે ચેકિંગ, મોડિફાય થયેલાં 6 વાહનો જપ્ત

સુભાષબ્રિજ આરટીઓ અધિકારીઓએ ઓવરલોર્ડ, ટેક્સ ક્લીયર અને રોડ સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરવાના ગુનામાં એક જ રાતમાં 22 કેસ કર્યા હતાં. છેલ્લા એક મહિનામાં 700 જેટલા કેસ કર્યા છે. જેમાં વાહન મોડીફાયના 3 કેસ કરાયા છે.

આરટીઓ અધિકારીઓએ કહ્યું કે, વાહનવ્યવહાર કમિશનરની સૂચનાના પગલે સપ્તાહમાં બે દિવસ અમદાવાદ જિલ્લામાં વિવિધ એન્ટ્રી પોઇન્ટ પર મોટાપાયે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવે છે. બુધવારે રાતે એસ.જી.હાઇવે પર વૈષ્ણોદેવી મંદિર અને ભાટ સર્કલ પાસે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કુલ 22 કેસ કરાયા હતાં. જેમાં ઓવરલોર્ડ 7, વાહન મોડિફાય 3, ટેક્સી નહીં ભરવાના 4 કેસ ઉપરાંત ગુડઝ વ્હિકલના નિયમોના ઉલ્લંઘનના, રોડ શેફ્ટી હેઠળ રેડિયમ પટ્ટી નહીં લગાવવાના, વાહનમાંથી માલ બહાર આવતો હોય તેવા ગુના હેઠળ 22 કેસ કરાયા હતાં. ટેક્સ નહીં ભરાયેલા અને મોડીફાય કન્ટેનર મળી કુલ 6 વાહન જપ્ત કરાયા છે. વાહન મોડિફાય કરાવ્યા પછી આરટીઓની પૂર્વ મંજૂરી લીધી હોય તો રોડ પર દોડાવી શકાય છે. કન્ટેનર વાહન માલિકને નોટિસ આપી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...