તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેસલેસ સિસ્ટમ:સુભાષબ્રિજ RTOએ ડુપ્લિકેટ આરસી માટે પુરાવા મંગાવ્યા, ટ્વિટર પર જાહેરાત કરી અરજદારોને 15 દિવસની મુદત આપી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુભાષબ્રિજ RTO ઓફિસની ફાઇલ તસવીર. - Divya Bhaskar
સુભાષબ્રિજ RTO ઓફિસની ફાઇલ તસવીર.

સુભાષબ્રિજ આરટીઓમાં વાહનની લોન કેન્સલ અને ડુપ્લિકેટ આરસી માટે 20મી નવેમ્બર 2019થી 31મી ડિસેમ્બર 2020 દરમિયાન ફેસલેસ હેઠળ અરજી કરનારા પાસે ખૂટતા પુરાવા ઓનલાઇન મંગાવ્યા છે.

સુભાષબ્રિજ આરટીઓ બી.વી.લીમ્બાસીયાએ કહ્યું, 15 દિવસમાં પુરાવા નહીં મોકલાય તો અરજી રદ કરાશે. આરટીઓ કચેરીએ ટ્વિટર પર જાહેરાત કરી છે. કુલ 2738 અરજીઓ પેન્ડિંગ છે. અરજદારને તેના ઘરે આરસીબૂક પણ મળી જશે. તેમણે ધક્કો ખાવાની જરૂર નથી.

અરજી રદ થાય તો રિફન્ડ નહીં મળે
ઉપરોકત સમયગાળાની ફેશલેસ હેઠળની અરજીઓમાંથી પુરાવા નહીં મોકલનાર અરજદારોની અરજીઓ રદ કરવામાં આવશે તો અરજદારોએ એડવાન્સ ભરેલા નાણાં ડૂબશે. એક અરજદારે 500થી લઇ 800 સુધીનો ખર્ચ કર્યો છે. જે વ્યર્થ જશે. ફેસલેસ હેઠળ અરજી કરી અરજદારો ભૂલી ગયા છે. હવે બે મહિના રહીને આરટીઓ કચેરી ટવીટ કરીને અરજદારોને 15 દિવસમાં પુરાવા આપી જવા તાકીદ કરે છે.

પાકા લાઇસન્સની સિસ્ટમમાં એરરથી હાલાકી
અમદાવાદની ત્રણેય આરટીઓમાં શુક્રવારે સિસ્ટમમાં એરરને કારણે પાકા લાઇસન્સની એપોઇન્ટમેન્ટ અને ફેસલેસની કામગીરી થઇ શકી નથી. અધિકારીઓ સિસ્ટમ ચાલુ હોવાનો દાવો કરે છે. પરંતુ પુરાવા આપી શકતા નથી. સવારે આઠ વાગે પાકાની એપોઇન્ટમેન્ટ લેવા માટે ઓનલાઇન પ્રોસેસ કરનાર અરજદારો કહે છેકે, પ્રોસેસ કર્યા પછી અરજી સબમિટ થતી નહતી કે ફેસલેસ કામગીરી પણ થતી ન હતી.

અન્ય સમાચારો પણ છે...