તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાઇડલાઇનનું પાલન ન થતા કાર્યવાહી:સુભદ્રાજીના રથને પોલીસે મંદિર બહાર જ અટકાવ્યો, રથમાં બેને બદલે 5 વ્યક્તિ બેસી ગઈ હતી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુભદ્રાજીના રથની તસવીર - Divya Bhaskar
સુભદ્રાજીના રથની તસવીર

પોલીસ ગાઈડલાઈન મુજબ એક રથ ઉપર માત્ર બે વ્યક્તિને બેસવાની છૂટ હતી જ્યારે સુભદ્રાજીના રથ ઉપર મંદિરની પાંચ વ્યક્તિ બેસી ગઈ હતી. સુભદ્રાજીનો રથ મંદિરની બહાર આવ્યો ત્યારે પોલીસે રથ ઉપર પાંચ વ્યક્તિને બેઠેલી જોઈ તરત જ રથને અટકાવ્યો હતો.

પોલીસના કહેવાથી બે વ્યક્તિ રથ પરથી નીચે ઉતરી હતી, પણ એક વ્યક્તિએ રથ ઉપરથી નીચે ઉતરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ દરમિયાન પોલીસ સાથે ચાર-પાંચ મિનિટ રકઝક ચાલી હતી ત્યાં સુધી પોલીસે રથને આગળ વધવા દીધો નહોતો.

ત્રણેય રથ 10.20 કલાકે મ્યુનિસિપલ કોઠા આવી ગયા હતા. આ વખતે નવા વાસ પાસે ભારે સૂત્રોચ્ચાર થયો હતો. ત્રીજા રથની પાછળ મહંત દિલીપદાસજીની જીપ હતી. સુભદ્રાજીનો રથ રોકાયેલો જોઈ મહંતે જીપમાંથી ઊભા થઈ ખલાસીઓ પર ગુસ્સો કર્યો હતો અને રથને ઝડપથી આગળ વધારવાની સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...