તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા સંકુલ દિવસની ઉજવણીના ભાગરૂપે 14 એવોર્ડ અપાયા હતા. પર્યાવરણ મંદિર નરોડા ખાતે ઈનોવેટ ટુ ઈમ્પેક્ટ, આઈ-સ્કેલ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ જેવી 4 કેટેગરીમાં એવોર્ડ અપાયા હતા. હેલ્થ પરના સ્ટાર્ટઅપમાં વિદ્યાર્થીઓએ ઈમ્યુનિટી માટે કેપ્સ્યૂલ બનાવી તો કોઈએ ગ્લુકોઝ બોટલ પૂરી થાય તેની જાણ સારું એક ડિવાઈઝ બનાવ્યું. આ પ્રકારના ઈનોવેશનને એવોર્ડ અપાયા હતા. ટેક્નિકલ સ્કીલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુસર સંકુલ દિવસની ઉજવણી 2011થી એવોર્ડ અપાય છે. જે માટે 152 સ્ટાર્ટઅપ અને પ્રોજેક્ટને નોમિનેટ કરવામાં આવ્યા હતા.
વનસ્પતિના છોડમાંથી હિમોગ્લોબીન અને ઈમ્યુનિટી વધારતી કેપ્સ્યૂલ બનાવી
ઈમ્યુનિટી અને હિમોગ્લોબીન વધારવા માટે કેક્ટસમાંથી કેપ્સ્યૂલ બનાવી. સ્પેરો હેલ્થ નામના આ સ્ટાર્ટઅની બનાવેલી કેપ્સ્યૂલ કોવિડ જેવી સિચ્યુએશનમાં પણ લોકોએ ઉપયોગમાં લીધી છે. પાસ આઉટ વિદ્યાર્થીઓ જેમાં હેતલ ચૌહાણ, કાર્તિક આથ્રેય, અર્પિત ચૌહાણ અને પ્રોફેસર સંજય ચૌહાણ
આ સ્ટાર્ટઅપમાં સામેલ છે.
ગ્લુકોઝ બોટલ પૂરી થયાનો મેસેજ નર્સને મોબાઈલમાં મળશે
હૉસ્પિટલમાં પેશન્ટને ચડાવેલી બોટલ પર એક ડિવાઈઝ લગાવવામાં આવશે. એલ.ડી.ના સ્ટુડન્ટ હાર્દિક ગોહિલે કહ્યું કે, બોટલ ખાલી થવાના પહેલાં જ નર્સને મોબાઈલ પર એલર્ટરૂપે મેસેજ, કોલ જશે. આ ડિવાઈઝમાં ડિટેક્ટ માટે સેન્સર લાગેલું છે. જે બાદ જીએસએમ મોડ્યુઅલ થકી મેસેજ અને કોલ થકી મોબાઈલ પર જાણ થશે. સ્ટાર્ટઅપની પેટન્ટ નોંધાઈ છે.
પેટન્ટ રાઈટ્સ માટે 1.8 લાખને અવેર કર્યા
આઈપીઆર કોન્ટ્રીબ્યુશન માટે લાર્જ સ્કેલ પર 500થી વધુ પ્રોગ્રામ કર્યા. જેમાં પેટન્ટ, કોપીરાઈટ, ટ્રેડમાર્ક વગેરેને લગતા અવેરનેસ પ્રોગ્રામ કરી 1 લાખ 8 હજાર લોકોને જોડ્યા. જે બદલ અમિતભાઈ પટેલને સ્પેશિયલ એવોર્ડ કેટેગરીમાં સ્થાન મળ્યું.
એવોર્ડ 1: આઈ-સ્કેલ કેટેગરી
કારણ : સોશિયલ પ્રવૃત્તિઓ થકી પોઝિટિવ છાપ છોડી
સોશિયલ પ્રવૃત્તિ થકી સમાજમાં પોઝિટિવ છાપ છોડી હોય તેવા વિદ્યાર્થીઓના જુદા-જુદા ગ્રુપને એવોર્ડ આપ્યો. જેમાં કોઈએ વૃક્ષો રોપણ કર્યું તો કોઈ પક્ષીઓ માટે ઘર બનાવ્યા હોય તેમજ અન્ય પ્રકારની સોશિયલ એક્ટિવિટી કરી હોય તેમને એવોર્ડ અપાયા હતા.
એવોર્ડ 5: અર્લી સ્ટાર્ટઅપ કેટેગરી
કારણ : ટેકનોલોજીથી સરળ સોલ્યુશનના ઈનોવેશન બનાવ્યા છે
વિદ્યાર્થીઓના મોરલ સ્ટાર્ટઅપ, ટ્રેકિંગ રોબોટિક્સ એલએલપી, હોલોગ્રાફી, ફોક્સ વિઝડમ એલએલપી જેવા 5 સ્ટાર્ટઅપને એવોર્ડ આપ્યા હતા. પ્રોગ્રામિંગનું સોલ્યુશન આપતા ટૂલ્સ, સીવેજ મોનિટરિંગ સિસ્ટમ, સ્કૂલના સ્ટુડન્ટસ ભણવા માટે વર્ચ્યુઅલ ડિવાઈઝ બનાવવા બદલ સન્માન મળ્યું.
એવોર્ડ 6: ઈનોવેટ ટુ ઇમ્પેક્ટ કેટેગરી
કારણ : સમાજની સમસ્યાઓના નિરાકરણના ઈનોવેશન બનાવ્યા
ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ અને મેકાટ્રોનિક્સ સિવિલ, કમ્પ્યુટર અને આઈટી જેવી બ્રાન્ચના 30થી વધુ વિદ્યાર્થીઓએ મળીને હેલ્થ, ટેકનોલોજી, કોરોના સોલ્યુશન વગેરે પરના સ્ટાર્ટઅપ બનાવ્યા હતા. જેમને 6 કેટેગરીમાં એવોર્ડ અપાયા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.