તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. કોવિડથી સંક્રમિત થયેલા દર્દીઓ માટે હવે વેક્સિનનું સંશોધન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ શરુ કરી દેવામાં આવી છે, જ્યાં આજે તંત્ર અને વોલન્ટિયર વચ્ચે સંકલન ના થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, હોસ્પિટલમાં વેક્સિનની ટ્રાયલ માટે લોકો આવી રહ્યા છે. સ્ટુડન્ટ્સ, મહિલાઓ, બિઝનેસમેન વગેરે સમાજની એક જવાબદારીના ભાગરૂપે ટ્રાયલ માટે સોલા સિવિલ પહોંચી રહ્યાં છે. કેટલાક લોકો એકબીજાના રેફરન્સથી પણ પહોંચી રહ્યા છે, જ્યારે સિવિલ તંત્ર દ્વારા કેટલાક વોલન્ટિયરને સામેથી ફોન કરીને બોલાવવા પડ્યા છે.
આજે 10 લોકોને વેક્સિનની ટ્રાયલ અપાઈ
સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બયોટેકની આત્મનિર્ભર વેક્સિન ટ્રાયલ માટે લાવવામાં આવી છે, જે સોલા સિવિલ હોસ્પિટલમાં સોમવારથી શુક્રવારે સુધી રોજ સવારે 10 થી 1માં અપાશે. આ અંગે સોલા સિવિલમાં વેક્સિન માટે બનાવેલી કમિટીનાં ડો. પારુલ ભટ્ટે જણાવ્યું હતું કે આજે 10 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જે આગામી દિવસમાં રોજની 25 વેક્સિન સુધી આપવાની અમારી તૈયારી છે. વેક્સિન આપવા આવેલા લોકો પૈકી કોઈ બિઝનેસમેન છે તો કોઈ મલ્ટી નેશનલ કંપનીના કર્મચારી પણ હતા. હવે તેમને વેક્સિન આપવામાં આવી રહી છે. ટ્રાયલ માટે આવેલા વોલન્ટિયર પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે. બાદમાં તેમની પાસે એક સહી કરાવીને તેમને વેક્સિન આપવામાં આવે છે.
આ અંગે GMRSના ડીન નીતિન વોરાએ કહ્યું હતું કે કોરોનાનું સંક્રમણ રોકવા માટે આ વૅક્સિનની તૈયારી કરવામાં આવી છે. સોલા સિવિલમાં હાલમાં વૅક્સિનની ટ્રાયલનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ માટે સાયન્ટિકફિક કમીટી એથીકલ કમિટી ની રચના કરી હતી. વૅક્સિનના ટ્રાયલ માટે તમામ પ્રકારની મંજુરીઓ લેવામાં આવી છે. હવે વોલન્ટિયરને આ વૅક્સિનની ટ્રાયલ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
તે ઉપરાંત સોલા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ પીનાબેન સોનીએ કહ્યું હતું કે કોવેક્સિનની ટ્રાયલ શરુ કરવામાં આવી છે. આ એક ટ્રાયલ બેઝ વૅક્સિન છે. રોજ સોમવારથી શુક્રવાર સુધી વૅક્સિનનો ડોઝ આપવામાં આવશે. કોરોના સામે લડવા માટે અમે તૈયાર છીએ. આજે એક મહિલા અને યુવાનોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. આ માટે હું સરકારનો આભાર માનું છું.
વેક્સિન માટે ખાસ કોલ્ડસ્ટોરેજ તૈયાર કરવામાં આવ્યું
સોલા સિવિલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મેડિસિન વિભાગમાં કોરોનાની ટ્રાયલ વેક્સિન આપવામાં આવે છે. આ વેક્સિન હાલ હોસ્પિટલમાં આવેલી લેબમાં રાખવામાં આવી છે, જેના માટે કોલ્ડસ્ટોરેજ પણ તૈયાર કરાઈ છે.
કઈ રીતે વેક્સિન ટ્રાયલ થાય છે?
સૂત્રોએ વેક્સિન ટ્રાયલ વિશે જણાવ્યું હતું કે આ વેક્સિન નથી, પણ ટ્રાયલ વેક્સિન છે, જેથી કદાચ એની અન્ય અસર પણ થઈ શકે છે. આ ટ્રાયલ વેક્સિન પહેલાં તંદુરસ્ત લોકોને જ આપવામાં આવશે. વોલન્ટિયરની સહમતી મળ્યા બાદ સામાન્ય પેપરવર્ક પણ કરવામાં આવે છે. ત્યાર બાદ તેની અન્ય કોઈ બીમારી કે ગંભીર બીમારીની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવશે .એક વખત વોલન્ટિયર નક્કી થઈ જાય બાદમાં તેને ઇન્જેક્શન દ્વારા અન્ય વેક્સિનની જેમ જ વેક્સિન આપવામાં આવશે. ત્યાર બાદ ટ્રાયલ રૂમમાં એક કલાક સુધી તેને ત્યાં જ રાખવામાં આવશે અને જો તેને કોઈ રિએક્શન ન આવે તો તેને જવા દેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ અહીં ઓબ્ઝર્વેશનમાં રહેવા માગે તો તેના અંગે વિચાર કરવામાં આવશે. ત્યાર બાદ 7 દિવસ બાદ ફરી ટ્રાયલ માટે આ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.